ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી ભાવનગર મહાપાલિકા દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસના હેતુથી આ.રા. મહિલા દિન નિમિત્તે અટલબિહારી વાજપાઈ ઓપન એર થિયેટર મોતીબાગ ખાતે શિબિર યોજવામાં આવી હતી. જેમાં મહિલાઓને સ્ત્રી શિક્ષણ, કેન્સર જાગૃતિ તથા આરોગ્ય અંગેની જાણકારી આપી હતી.