સોનાક્ષી હનુમાનજી કોના માટે સંજીવની લેવા ગયા હતા તેનો જવાબ ન આપી શકી

797

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૧મી સીઝન હાલ ચાલી રહી છે. આ સીઝનના ૨૫મા એપિસોડમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખાસ મહેમાનોની પેનલમાં સામેલ હતી. આ શોમાં સોનાક્ષી અને તેની કો-કન્ટેસ્ટન્ટ રાજસ્થાનની ઉમા દેવીને સવાલ પૂછવામાં આવ્યો કે, રામાયણ અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લેવા ગયા હતા? તેના ઓપ્શન હતા સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામ. આ સવાલનો જવાબ સોનાક્ષીને ન આવડ્યો અને તેના માટે તેણે એક્સપર્ટ એડવાઇઝ લાઈફલાઈન લીધી અને ત્યારબાદ લક્ષ્મણ જવાબ આપ્યો.

આ એપિસોડ બાદ સોનાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થવા લાગી. લોકો તેની મજાક કરવા લાગ્યા કે, શું આ શત્રુઘ્ન સિન્હાની જ દીકરી છે ને? તેના પિતા સહિત ચારેય ભાઈઓના નામ રામાયણના આધારે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે. સોનાક્ષીના ભાઈઓના નામ લવ અને કુશ છે. તેના પિતાના ઘરનું નામ રામાયણ છે. તેમ છતાં તેને રામાયણ પર આધારિત આ સવાલનો જવાબ આવડતો ન હતો. આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે ટિ્‌વટર પર #YoSonakshiSoDumb હેશટેગ પહેલા નંબર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. આટલું જ નહીં #sonakshisinha નામનો હેશટેગ પણ ત્રીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે ટ્‌વીટ કર્યું કે, તેણે તેની ફિલ્મ કલંકને યોગ્ય ન્યાય આપ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, એના ભાઈનું નામ લવ અને કુશ છે, તેના ઘરનું નામ રામાયણ છે છતાં તેને પવિત્ર રામાયણ વિશે ખબર નથી. આ એકદમ મૂર્ખ એક્ટ્રેસ છે.

Previous articleકરણ દેઓલે સોનમ કપૂર અને સંજય દત્તને પાછળ છોડ્યા
Next articleભારત માટેની ફ્લાઈટમાં વિલંબ બદલ ડુ પ્લેસી બ્રિટિશ એરવેઝ પર ભડક્યો