ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ ૨જી ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ટેસ્ટ સીરિઝ માટે ભારત પહોંચવામાં આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસીને અત્યંત ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું છે. ડુ પ્લેસીએ ટિ્વટર પર ફ્લાઈટમાં અતિશય વિલંબ બદલ બ્રિટિશ એરવેઝની ટિકા પણ કરી હતી. આફ્રિકાનો સુકાની ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમમાંથી બહાર રહ્યા બાદ ટેસ્ટ સીરિઝ માટે ભારત આવવા રવાના થયો હતો. બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં તે વાયા દુબઈ થઈ ભારત પહોંચવાનો હતો. જો કે બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. જેને પગલે કનેક્ટિંક ફ્લાઈટ મિસ થવાથી ડુ પ્લેસી બ્રિટિશ એરવેઝ પર ભડક્યો હતો.
દક્ષિણ આફ્રિકાના સુકાનીએ ટ્વીટ કરીને જણમાવ્યું કે, ‘ચાર કલાકના વિલંબ બાદ આખરે હું દુબઈ જતા પ્લેનમાં બેઠો છું. હવે હું ત્યાંથી ભારત માટેની કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકી જઈશ. ભારત માટેની બીજી ફ્લાઈટ ૧૦ કલાક બાદ છે.’
અન્ય એક ટ્વીટમાં ડુ પ્લેસીએ જણાવ્યું કે, ‘જીવનમાં સ્થિતિ પ્રતિકૂળ બને ત્યારે તે મુજબ જીવો. મારી ક્રિકેટ બેગ હજુ પહોંચી નથીપઆ સ્થિતિને હસવામાં કાઢી શકું નહીં, પરંતુ જ્રમ્િૈૈંજર છૈિુટ્ઠઅજ આજનો દિવસ મારા માટે વિમાન મુસાફરીનો સૌથી ખરાબ રહ્યો છે. બધુ જ ખરાબ થયું છે. હવે મને મારા બેટ પરત મળે તેવી આશા રાખું છું.’