લોલીયાણા સીમમાં નર્મદા કેનાલમાંથી મળેલ લાશનો બીજો આરોપી ઝડપાયો

593
bvn932018-17.jpg

ગઇ તાઃ ૨૪/૦૧/૨૦૧૮ નાં રોજ હડમતીયા- લોલીયાણા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ના સાયફન માંથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ. ૨૫ વાળા ની લાશ શંકાસ્પદ હાલત માં હાથ પગ બાંધેલી મળી આવેલી હતી જે અંગે અકસ્માત-મોત રજીસ્ટર થયેલ હતો અને તપાસ ચાલુ હતી. મૃત્યુ પામનાર શંભુભાઇ ગોબરભાઇ રાઠોડ ઉ.વ.૨૧ રહે. ઇન્દ્રાલ  તા. સાવલી જી. વડોદરા વાળો હતો જે હડમતીયા ગામે બાબુભાઇ સથવારાની ગાડીમાં મજુરી કરતો હતો. 
આ ખૂનનાં ગુના અન્વયે  પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા ના.પો.અધિ. પી.પી.પીરોજીયાએ બનાવ અંગે ઝીણવટપૂર્વક તપાસ કરવા અને શંકાસ્પદ બનાવ શોધી કાઢવા પો.સબ.ઇન્સ. ટી.એસ. રીઝવી ને સુચના આપેલ હોય જે અન્વયે આરોપી જગદીશભાઇ રાયજીભાઇ રાઠોલીયા રહે. ઇન્દરાલ તા. સાવલી જી. વડોદરા ને તાઃ ૫/૩/૨૦૧૮ નાં રોજ વડોદરાથી ધરપકડ કરેલી અને અન્ય બીજો આરોપી નાસી ગયેલ હોય જે ભરત નાથુભાઇ રાઠોલીયા રહે. વેમળ તા. સાવલી જી. વડોદરા વાળો ઉપલેટા નાસી ગયેલ હોય અને મળેલ હકીકત આધારે આજરોજ મોડી સાંજે પ્રો.પો.સ.ઇન્સ. આર.એચ.બાર  તથા એ.એસ.આઇ. એ.ડી.પંડયા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાબડને  ઉપલેટા મોકલી બાકી આરોપી ભરત નાથુભાઇ રાઠોલીયાને ગુનાની ધરપકડ કરેલ. આમ, મર્ડરનાં બન્ને આરોપીઓ ઝડપાઇ ગયા હતા. 

Previous articleદિપક ચોકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શ્ખ્સ ઝડપાયો
Next articleમૃતકોની શાંતિ અર્થે પાલીતાણામાં મૌન રેલી