ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં ૨૧ ઓક્ટોબરે મતદાન થશે અને ૨૪ ઓક્ટોબરે પરિણામ. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ ચૂંટણી કાર્યક્રમની માહિતી આપતા કહ્યું હતું કે, બંને રાજ્યોમાં ૨૭મી સપ્ટેપ્ટેમ્બરે જાહેરનાબૂ જારી કરવામાં આવશે. ચોથી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને ૭મી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. આ સિવાય અલગ અલગ રાજ્યોની ૬૪ વિધાનસભા બેઠકો અને બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર પેટાચૂંટણી પણ ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાશે. ૨૮૮ વિધાનસભા બેઠકોવાળી મહારાષ્ટ્રમાં અને ૯૦ બેઠકોવાળી હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી જાહેરાત થતાં સાથે જ બંને રાજ્યોમાં આચારસંહિતા પણ લાગૂ થઇ ચુકી છે. હવે બંને રાજ્યોમાં કોઇ નવી જાહેરાત કરી શકાશે નહીં. મહારાષ્ટ્રમાં ૮.૯ કરોડ મતદાતાઓ અને હરિયાણામાં એક કરોડ ૨૮ લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૯મી નવેમ્બર વિધાનસભાની અવધિ પૂર્ણ થઇ રહી છે. અરોડાએ કહ્યું હતું કે, ઇવીએમની ૨૪ કલાક સુરક્ષા માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે ૧.૮ લાખ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ૨૭મી સપ્ટેમ્બરે જાહેરનામુ જારી કરવામાં આવશે અને ચોથી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે. જાહેરનામુ જારી થયા બાદ સાત દિવસ સુધી પ્રક્રિયા ચાલશે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના બીજા દિવસે ચૂંટણી અધિકારી ઉમેદવારવારોના ફોર્મની ચકાસણી કરશે. ચકાસણી બાદ બે દિવસનો સમય ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટે રહેશે. બીજી બાજુ હરિયાણામાં ૧૪મી વિધાનસભાની ૯૦ સીટો માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન યોજાશે. મતગણતરી ૨૪મી ઓક્ટોબર હાથ ધરવામાં આવશે. હાલની વિધાનસભાની અવધિ બીજી નવેમ્બરના દિવસે પૂર્ણ થરહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તારીખો અંગેની જાહેરાત કરી હતી. આની સાથે જ આચારસંહિતા અમલી બની ચુકી છે. ઉમેદવારોની ઉમેદવારીપત્ર ભરવા માટે પંચે કેટલાક દિશા નિર્દેશ પણ કરવામાં આવ્યા છે. પંચે કહ્યું હતું કે, જાહેરનામુ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવશે.
ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ ચોથી ઓક્ટોબર રહેશે અને પાંચમી તારીખ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ ૭મી ઓક્ટોબર નક્કી કરાઈ છે. ઉમેદવારી નોંધાવવામાં અપરાધિક રેકોર્ડની માહિતી ન આપવા પર ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. હરિયાણામાં ૯૦ બેઠકો પૈકી ૧૭ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. અરોડાએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ૧.૮૨ રજિસ્ટર્ડ મતદાતા છે જ્યારે ૧.૦૭ લાખ સર્વિસ મતદાતા છે. મતદાન માટે ૦.૩૮ લાખ બેલેટ બોક્સ, ૦.૨૫ લાખ કન્ટ્રોલ યુનિટ અને ૦.૨૭ લાખ વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ૨૮૮ સીટ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે.
વિધાનસભાનો કાર્યકાળ ૯ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. હરિયાણા વિધાનસભામાં ૯૦ સીટો છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ ૨ નવેમ્બર સુધી છે. બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત ૨૦ સપ્ટેમ્બરે થઈ હતી. ૧૫ ઓક્ટોબરે મતદાન થયું હતું. પરિણામ ૧૯ ઓક્ટોબરે આવ્યા હતા. આ ચૂંટણી અનુચ્છેદ ૩૭૦ અને ત્રણ કલાક ખતમ કર્યા પછી મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ કહ્યું, હરિયાણામાં ૧.૨૮ કરોડ મતદારો ચે અને ૧.૩ લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ૮.૯૪ કરોડ મતદાર છે અને અહીં ૧.૮ લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે બે ખાસ સુપરવાઈઝર મોકલવાનો નિર્ણય કર્યો છે. જે માત્ર ચૂંટણી ખર્ચ પર નજર રાખશે. પહેલાં પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં આ પ્રકારના સુપરવાઈઝરને ચૂંટણી દરમિયાન મોકલવામાં આવ્યા હતા. પંચે રાજકીય પક્ષોને પણ એવી અપીલ કરી છે કે, તેઓ પર્યાવરણ માટે અનુકૂળ સામગ્રીનો જ પ્રચારમાં ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે.