ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાજા રોડ પાસે આવેલ મફતનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર તળાજા રોડ, સંસ્કાર મંડળ ચોકથી રામમંત્ર મંદિર પાસેના પુલ સુધી મુખ્ય રોડની બાજુના મફતનગર તરીકે ઓળખાતા વીસ્તારનો એક સો ફુટ પહોળો રસ્તો ખુલ્લો કરવા માટે અડચણરૂપ દબાણ દુર કરવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાના એસ્ટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતાં. તંત્રની કાર્યવાહીના પગલે કેટલીક લોકોને સ્વ્ચ્છીક રીતે દબાણ દુર કર્યા હતાં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તળાજા રોડ પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા રોડની સમાંતર ભાંગલીગેટની પાછળના ભાગે પ૦ ફુટનો રોડ તૈયાર કરવામાં આવનાર હોય, રોડના કામમાં અડચણરૂણ દબાણ દુર કરવામાં આવ્યા હતાં.