કંપનીઓના બાયબેક પ્રોગ્રામ પર ૨૦ ટકા ટેક્સ નહીં લેવાના સરકારના નિર્ણયની જોરદાર અસર જોવા મળી શકે છે. આનાથી આઈટીની મહાકાય કંપનીને મોટી રાહત મળશે. શેર બાયબેક ટેક્સથી મુક્તિના લીધે આઈટી મોટી કંપનીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ઇન્ફોસીસ, વિપ્રો અને અન્ય મોટી કંપનીઓને રાહત થઇ છે. જુલાઈ મહિનામાં બજેટના ભાગરુપે સરકારે લિસ્ટેડ કંપનીઓ દ્વારા શેર બાયબેક પર ૨૦ ટકા ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ હિલચાલના કારણે મોટી આઈટી કંપનીઓને મોટો ફટકો પડ્યો હતો. જો કે, સરકાર દ્વારા વિકાસદરને વધારવા અને આર્થિક સુસ્તીને દૂર કરવા લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓના ભાગરુપે સરકારે હવે પાંચમી જુલાઈ પહેલા આવી કોઇપણ જાહેરાત કરી ચુકેલી લિસ્ટેડ કંપનીઓ દ્વારા શેર બાયબેક પર કોઇ ટેક્સ લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા વિપ્રોના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જતિન દલાલે કહ્યું છે કે, સરકારે કરવેરા સુધારાની દિશામાં મહત્વપૂર્ણ મહેલ કરી દીધી છે. વિપ્રોએ આ વર્ષે ૧૦૫૦૦ કરોડ રૂપિયાના બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆત ૧૪મી ઓગસ્ટથી થઇ હતી. આવી જ રીતે ઇન્ફોસીસ દ્વારા પણ જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી હતી કે, કંપનીના બાયબેક શેરની પ્રક્રિયા ચાલશે. ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી અને અન્યો દ્વારા બાયબેક રુટની જાહેરાત કરી દીધી છે. ટીસીએસે બે બાયબેક પ્રોગ્રામ હાલના વર્ષોમાં હાથ ધર્યા છે. આ બંને બાયબેક પ્રોગ્રામ ૧૬૦૦૦ કરોડ રૂપિયાના રહ્યા છે. ડિસેમ્બર ૨૦૧૭માં ઇન્ફોસીસ દ્વારા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી.