વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે આવેલા જરોદ સ્થિત ફાર્મ હાઉસમાં રેડ પાડીને દારૂની પાર્ટી કરતા ૩૫ આરોપીઓને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. અને દારૂ, વાહનો, મોબાઇલો મળીને કુલ ૨૫.૪૭ લાખનો મદ્દામાલ જપ્ત કર્યો છે. અને તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અને ફાર્મહાઉસ માલિકની શોધખોળ હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે, જરોદ ગામની સીમમાં આવેલા રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલના જયદીપ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે ફાર્મહાઉસને ચારેય બાજુથી કોર્ડન કરી દીધુ હતું અને ત્યારબાદ પોલીસે ફાર્મહાઉસમાં રેડ પાડી હતી. આ દરમિયાન દારૂની પાર્ટી કરતા ૩૫ આરોપીઓને ઝડપાઇ ગયા હતા. પોલીસે દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત ૨૬ મોબાઇલ, ૭ કાર, ૪ બાઇક જપ્ત કરી હતી.