વિકી કોશળની ફિલ્મ ભુત પાર્ટ વન સાચી કથા પર છે

495

બોલિવુડમાં  હાલના સમયમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક એવા વિકી કોશલની ચારેબાજુ બોલબાલા જોવા મળે છે. વિકી કોશળ હવે નવી ફિલ્મ મારફતે તમામ ચાહકોને ડરાવવા માટે તૈયાર છે. ફેન્સ પણ વિકી કોશળને જોવા માટે ઉત્સુક છે. ફેન્સની તેમની આગામી ફિલ્મ ભુત પાર્ટ વન ધ હોન્ટેડ શિપ માટે  ઉત્સુક છે. હવે આ હોરર ફિલ્મના સંબંધમાં એક રોમાંચક વિગત સપાટી પર આવી છે. એવા હેવાલ આવ્યા છે કે આ ફિલ્મ સાચી પટકથા પર આધારિત છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ એક ભુતિયા જહાજની પટકથા છે. થોડાક સમય પહેલા એક જહાજ દરિયા મારફતે મુંબઇના દરિયાકાંઠે આવી ગયા બાદ તેની ચર્ચા રહી હતી. આ જહાજમાં કોઇ વ્યક્તિ ન હતી. ખાસ બાબત એ છે કે ભારતીય સરહદમાં પ્રવેશ કરતા કોઇ વ્યક્તિએ આ જહાજને જોઇ ન હતી. આની માહિતી એ વખતે જ મળી જ્યારે તે દરિયા કાઠે પહોંચી જતા તેની ચર્ચા શરૂ થઇ હતી. સુત્રોના કહેવા મુજબ સાચી ઘટના પર આધારિત આ ફિલ્મ હોવાના કારણે વિકી કોશલ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયો હતો. ફિલ્મને ભાનુપ્રતાપ નિર્દેશન કરી રહ્યા છે.

પહેલા આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રજૂ થનાર હતી. જો કે હવે આ ફિલ્મને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ટાળી દેવામાં આવી છે. વિકી કોશળ પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મો રહેલી છે. જેમાં સરદાર ઉદ્યમ સિંહ અને કરણ જોહરની તખ્ત ફિલ્મનો સમાવેશ થાય છે.

વિકી કોશલ સૈમ માનેકશાની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ઉંરી ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગયા બાદ વિકી કોશલની બોલબાલા સતત વધી છે. તે પહેલા તે રણબીર સાથે સંજુ નામની ફિલ્મમાં પણ દેખાયો હતો.

Previous articleફિક્સિંગ પર બોલ્યા ગાવસ્કર : ’લાલચની કોઈ દવા નથી’
Next articleપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું હાર્ટ એટેકથી નિધન