આગળ વધવા સાધનની જરૂર નથી, સાધનાની જરૂર પડે છે. સફળતા આપણને સગવડતા આપી શકતી નથી. સફળતા માટે દ્રઢ મનોબળ હોવુ આવશ્યક અને અનિવાર્ય પણ હોય છે. આપણને ઘણી વખત વર્તમાનપત્રોમાં વાંચવા મળતુ હોય છે, કોઈ સાવ ગરીબીમાં જીવતો છોકરો કે છોકરી ધોરણ દસ અથવા ધોરણ બારમાં સારા માર્કસ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી, ખૂબ ધનાઢ્ય પરીવારના વિદ્યાર્થીઓ કરતા ઉજવળ દેખાવ કર્યો છે. ઝુપડપટ્ટીમાં રહેતો વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ આવ્યો છે. ઘરમાં વાંચવા કોઈ સગવડ ન હોવા છતાં બધાને પાછળ છોડી, વિદ્યાર્થી ટોચ પર પહોંચી ગયો. શાળાના શિક્ષકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ. માબાપ મજૂરી કરી પેટિયુ રળી પોતાનું ભરણ-પોષણ માંડ કરી શકે છે. અચરજની વાત તો એ છે, વિદ્યાર્થીની આ સિદ્ધિ પાછળ કોઈ સગવડનું જરા સરખુ પણ મુલ્ય દેખાતુ નથી. આથી આપણે એમ કહી શકીએ કે સફળ થવા માટે ભૌતિક સવલત માત્ર પુરતી નથી. જો વ્યક્તિનું મન મજબૂત ન હોય તો સફળતા મળતી નથી. મેં ઘણા અક્ષમ લોકોને પોતાની શારીરિક કે માનસિક માર્યદાઓ હોવા છતાં અસાધારણ પ્રગતિ કરતા જોયા છે. મને આવા અનેક મહાનુભાવોને મળવાની તક પ્રાપ્ત થઈ છે. ઉતમ મારૂ રાજકોટનો વતની છે. અનેક પડકારો સાથે જન્મેલો આ છોકરો ઘરના સભ્યો માટે પહેલા તો માથાનો દુઃખાવો સાબીત થયો હતો. દાદા કુંવરજીભાઈની મહેનતે અસાધારણ સફળતા આપી છે. સંગીતનો તે બેતાજ બાદશાહ ગણાય છે. તેમણે ભણવામાં પણ મોખરે રહી સૌ કોઈને વિચારતા કરી દીધા છે. અનેક મહાનુભાવો સાથે તેનો પરીચય થતો રહે છે. દરેક તેની વિશીષ્ટ કલાશક્તિના કામણથી પ્રભાવીત થઈ રહ્યા છે. કુંવરજીભાઈનો હકારાત્મક અભીગમ પણ દાદ માગી લે તેવો છે. આતો એક માત્ર ઉદાહરણ છે. અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં આવી અનેક અસાધારણ પ્રતિભાઓના દર્શન કરવાનો લહાવો ઉઠાવ્યો છે. પડકાર રૂપ બાળકોએ અવનવા ક્ષેત્રોમાં ડગ માંડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મને આવા બાળકોને સમાજની મુખ્ય ધારામાં સ્થાન મળી રહે તેવા કાર્યક્રમો યોજવાનું બહુ ગમે છે. સમાજનો પણ આમાં પુરતો ટેકો પ્રાપ્ત થઈ રહ્યો છે. “બંધ આખે પ્રગતિની પાંખે” સાંસ્ક?તિક કાર્યક્રમનું આયોજન અખીલ હિંદ અંધજન ધ્વજ-દિન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાવનગરના “ઝવેરચંદ મેઘાણી” સભાખંડ સરદાનગર ખાતે તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ અમારી સંસ્થા દ્વારા યોજાયો હતો. જેમાં ખૂબ મોટા મહાનુભાવો પધાર્યા હતા. વરીષ્ઠ પત્રકાર ડોક્ટર હરીભાઈ દેસાઈ, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી કોમલકાંત શર્મા, શ્રી અમીતભાઈ મહેતા જેવા ગણમાન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ તમામ મહાનુભાવોએ પ્રજ્ઞાલોકની કલા શક્તિને બિરદાવી હતી. ડોક્ટર હરીભાઈની કેટલીક વાતો મને ખાસ સ્પર્શી ગઈ હતી. તેમણે પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતુંઃ “કલા એ દ્રષ્ટિનો ઇજારો નથી, કલાને વિક્સાવવા દ્રઢ મનોબળ કેળવવુ પડે છે. ઉત્તમ શિક્ષક જો જીવનમાં મળી જાય. તો આ કામ ઘણુ સરળ પણ થઈ જતુ હોય છે. આપણે જે ક?તિઓ જોઈ, તે ક?તિ જ્યારે મંચ પર પ્રસ્તૂત થઈ રહી હતી ત્યારે ક?તિ તૈયાર કરાવનાર શિક્ષકોના ચહેરા પર ચિંતાના ભાવો સ્પષ્ટ ઉપસી આવતા હતા. તેનું કારણ હું સમજુ છું. તેમને ચિંતા હતી કે ભૂલથી પણ જો કોઈ બાળક ગડબડ કરશે અને કદાચ મંચ પરથી ગબડી પડશે તો બાળકને ઇજા થશે. કદાચ જો આમ થશે તો કાર્યક્રમની મજા બગડી જશે, માટે શિક્ષકો સતત ચિંતાતૂર હતા. આવા શિક્ષકોને હું અભિનંદન પાઠવુ છું”.
શાળા દ્વારા પ્રતિ વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉમદા અભિયાનમાં શાળાના બાળકો સફળતા પુર્વક પોતાનું કૌશલ્ય બતાવી શકે તેવી ચિવટ પુર્વકની કામગીરી શિક્ષકો બજાવતા હોય છે. આ ક્ષેત્રમાં અમારા શિક્ષકોની અન્ય સંસ્થાઓની સરખામણીમાં ઘણી જ વિશિષ્ટતા જોવા મળે છે. શ્રી હરીભાઈને શિક્ષકોની નિષ્ઠા પર ઘણું ગૌરવ પણ થતું હતુ. મનહરભાઈ રાજકીય ક્ષેત્રના જીવ હોવા છતાં કલાના પુજારી બની કાર્યક્રમ માણી રહ્યા હતા, એટલુ જ નહી. પોતાની ખૂશી અન્ય લોકોને વહેચવા ફેસબૂક પર લાઈવ કરી પ્રચારનાં કાર્યમાં પોતાનો ટેકો કરી રહ્યા હતા. આ સંદેશ લોકોના ચીતનો કબજો જમાવી શકશે તો કદાચ આગામી સમયમાં પ્રજ્ઞા-લોકના કલાકારોને સમાજની મુખ્ય ધારામાં સ્થાન મળી શકશે. અમારી સંસ્થાનો ઉદ્દેશ “અક્ષમલોકોને સમાજની મુખ્ય ધારામાં સ્થાપીત કરવાનો છે”.
મનહરભાઈ પટેલ લગભગ આખા કાર્યક્રમના સાક્ષી રહ્યા તેનો મને અતી આનંદ પણ છે. રાજકીય પ્રતિનીધિઓએ આવી ઉદારતા બતાવી સમયનું દાન આપવુ પડશે. સંવાદ સમાજને જોડે છે, સંસ્ક?તિ પણ સમાજને જોડે છે. તેથી તો હું રાજકીય ક્ષેત્રના દરેક લોકોને સમાજથી વિખૂટા પડેલા પ્રજ્ઞાચક્ષુઓની કલા અને સંસ્ક?તિના યજ્ઞમાં આહુતી આપવા અપીલ કરું છું. મારા આ યજ્ઞમાં વધુને વધુ લોકો જોડાય રહ્યા છે. તેને હું ઇશ્વરની ક?પા સમજુ છું.
સાનુકૂળ પરિસ્થિતિ હંમેશા લાભકારક નીવડતી નથી. વ્યક્તિએ પરીપક્વ બનવા કષ્ટ સહન કરવા તૈયાર રહેવુ જોઈએ. દુઃખ આપણી વેરવીખેર શક્તિઓનું સંકલન કરે છે. તેથી તેને અવગણી શકાય નહી. સંગઠિત શક્તિ આપણને સિદ્ધિની વરમાળા પહેરાવે છે. મોટા મંચ પર આપણુ કોઈ અભિવાદન કરે તો આપણે તેના પર અહોભાવ દાખવીએ છીએ. તેમને આપણે સન્માનની લાગણીથી જોવા લાગીએ છીએ. સંસાર ભૂમિના આપણા “જીવન મંચ” પર આપણા કલ્યાણ માટે દુઃખની થોડી કસોટીના દિવસો કે કલાકો બની આવતા પ્રસંગો કે ઘટનાઓના ચોમેર ફરતા સ્વાર્થના ચક્કરમાં અટવાય દીશા ભૂલી ભટકી જતા હોઈએ છીએ. આવા સમયે આપણે ઇશ્વરને દોષીત સમજવા લાગીએ છીએ, હકીકતમાં તો આપણી ચાહ જગાડવા દુઃખ રૂપી દાવાનળ સળગતો હોય છે. રસોઈ પકવવા ઘરની ગ્રુહીણી ચૂલાની ગરમી સહન કરતી હોય છે. એમ આપણે પણ સફળતા રૂપી સિદ્ધિના શિખર સુધી પહોંચવા આપણી ઇચ્છાઓને જગાડવી પડતી હોય છે. આ ઇચ્છા આપણી ચાહ બની જવી જોઈએ. આપણી ચાહ આપણને સફળતાના આકાશમાં ઉડાનભરી પહોંચાડે છે. સફળતાના આકાશમાં વિહાર કરવા સ્થૂળ પાંખ ઊપયોગમાં આવતી નથી. ઘણા લોકોને ભગવાને ઘણુ આપ્યુ હોવા છતાં તેના ચેહરા હંમેશા વિલાયેલા પુષ્પો જેવા દેખાતા હોય છે. તેનું કારણ તેની શારીરિક કે માનસિક શક્તિની મર્યાદા હોતી નથી. તેનું ખરૂ કારણ આવા લોકોની ચાહનો અભાવ માનવામાં આવે છે. તેથી હું ચોક્કસ એવુ માનુ છું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઇચ્છા શક્તિનો વિકાસ થાય તેવા કાર્યક્રમો શાળા કોલેજોએ યોજવા જોઈએ. જેમની ઇચ્છાઓ મ?ત્યુ પામી હોય, તેઓ સફળતાની સિડી સુધી પહોંચ્યા પછી પણ સિડીના પગથિયા ચડી શકતા નથી. પગ ઉપાડવાના વિચારનો અમલ કરવામાં તે સમય ગુમાવે છે. આખરે તેના હાથમાંથી સમય સરકી જાય છે. જીવન પ્રદેશમાં જેમણે પોતાનું સામ્રાજય વિસ્તારવુ છે. તેમણે યાહોમ કરી કુદી પડવા તૈયાર રહેવુ પડશે.બાળપણના રમુજમાં સેવેલુ સપનું સાકાર થતા, ખૂબ મોટી શાળાનું સુકાન સંભાળવાનું આવ્યું. શાળાનું મકાન, મેદાન સંસાધનો અઢળક ભૌતિક સંપદા ધરાવતું હોવાથી તેનો વિકાસ કરવાનું સપનું દિવસ રાત આવતું રહેતુ હતુ. ઇચ્છાઓનું તોફાન જાગતુ હતુ. મારી સાથેના કેટલાક કાર્યકરોએ તેમાં ઠિક-ઠિક યોગદાન આપ્યુ. પણ બીજી વિકલાંગતા પર એ લોકોનું લક્ષ્યાંક હોવાથી અંધજનોના શિક્ષણ ક્ષેત્રમાં પા-પા પગલી જેવુ મને લાગ્યા કરતુ હતુ. મન બેચેન રહેતુ હતુ. નવા કાર્યકરોની ટિમ બનાવવા સેવાનીષ્ઠ લોકોની શોધ કરવા યત્નશીલ રહેતો હતો. ધીમે-ધીમે ઉત્સાહી લોકો જોડાવાની શરૂઆત થઈ. જેમ-જેમ ઉત્સાહી લોકો મળતા ગયા. તેમ-તેમ શાળામાં ભૌતિક ફેરફાર કરવાનું શરૂ કર્યુ. નવા-જુના બીલ્ડીંગને રંગરોગાન અને રીનોવેશન કરવા નીર્ણય કર્યો. અનેક કંપનીઓ અને ઉદ્યોગપતિઓને પ્રોજેક્ટ તૈયાર કરી ડોનેશન માટે દરખાસ્ત પણ મોકલી. સફળતા હાથ-વેતમાં દેખાતી હોવા છતાં પરીણામ સુધી પહોંચી શકાયુ નહી. બીમારી પણ વચ્ચે મારી પરીક્ષા કરી ગઈ. થોડા સમય માટે મારા બે ઉડાન અટકાવવા પડ્યા હતા. છેલ્લા થોડા સમયથી વળી ગતિ મળી રહી હોય તેમ લાગે છે. છાત્રાલય, રીનોવેશન અને રંગરોગાન, તેમજ બ્રેઈલપ્રેસના વિસ્તાર માટે આયોજન ઘડી કાઢ્યુ છે. ભાવનગર શહેરમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ માટે અધતન સુવિધાવાળું છાત્રાલય સ્થાપવા હું દિવસ-રાત વિચારતો રહું છુ. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કરતા જુદી વય જૂથનાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા આ વિધાર્થીઓ માટે છાત્રાલય નું કેમ્પસ થોડું દુર હોય તેમ હું ઈચ્છતો હોવાથી છાત્રાલય બાંધવા માટે સંસ્થાને જમીન મેળવવી પડશે જેના માટે દાતાઓની શોધ કરવાનું પડકારરૂપ કાર્ય છેલ્લા ઘણા સમયથી ચાલે છે. આ છાત્રાલયમાં નાના વ્યવસાયમાં જોડતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે પણ રહેવા-જમવાની સવલત નજીવા દરે ઉપલબ્ધ બને તેવો પણ મારો સંકલ્પ છે. ભાવનગર શહેરમાં આ નવા છાત્રાલયનાં બાંધકામ માટે સરકારશ્રી સમક્ષ પણ જમીનની માંગણી કરતી દરખાસ્ત રજુ કરેલ છે,પરંતુ લાંબી વહીવટી પ્રક્રિયા અને સરકારશ્રીની પડતર જમીન શહેરથી દૂરનાં વિસ્તારમાં મળતી હોય, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અવર-જવર કરવા અગવડ રૂપ બને તેથી જમીનની ખરીદી કરી છાત્રાલયનાં વિધાર્થીઓને શૈક્ષિણક એકમો કે વ્યવસાય કરતા વ્યક્તિઓને પોતાના રોજગાર એકમ સુધી અવર-જવર કરવા અનુકુળ રહે તેવી જગ્યા પસંદ કરવા મેં મન મનાવ્યું છે. અમારા આ કાર્યમાં કીર્તિભાઈના વડપણ નીચે મુંબઈની મોટી ટિમ જોડાણી છે. સુભાષભાઈ શાહ અને ભરતભાઈ આર્કીટેક અમારી દીવાદાંડી બની ઉપર્યુક્ત પ્રોજેક્ટના નિર્માણ માટે અમારી નાવને દીશા બતાવી રહ્યા છે. જે પોતાની આંખો બાળપણમાં ગુમાવે તે ગામડાગામનો અદનો વ્યક્તિ પોતાની ચાહના કારણે સંસ્થા વિકાસ માટે આટલુ મોટુ ઉડાન ભરી શકે તે ખરેખર તો ઇશ્વરનો ચમત્કાર ગણાય. હું માનુ છું કે થોડા સમયમાં આ ચમત્કાર અજવાળા પાથરશે…