જગદીશ્વર ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ડીસ્ટ્રીકટ જેલ પાસે સતત એક વર્ષથી બંદીવાનનોને યોગ કરાવવામાં આવે છે. તેમજ ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા ર૦૧૯, અંતરર્ગત ડીસ્ટ્રીકટ જેલ ખાતે નિયત પ્રોટોકોલ મુજબના યોગા કરાવીને ઉજવણી કરવામાં આવેલ હતી. તે અનુસંઘાને મીનીસ્ટ્રી ઓફ આયુષ જીઓઆઈ તથા ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓગ્રેનાઈઝરના ભાવનગના ડીસ્ટ્રીકટ કોડીનેટર ડો. સનુલિ મહેતા દ્વારા જેલ અધિક્ષક જે.આર.તરાલ તથા જેલર આર.બી.મકવાણાનું સર્ટીફીકેટ ઓફ એપ્રેસીયલ આપીને સન્માનીત કરાયા હતાં. તા. ર૦-૯-૧૯ના રોજ સવારે ડિસ્ટ્રીકટ જેલ ખાતે સન્માનીત કરાયેલ તેમજ જેલા ખાતે યોગ નેચરીપેથીના કાર્યક્રમ કરવા માટે સંકલ્પ કરાયો હતો.