ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટી જાહેરાત કરી છે. પત્રકાર પરિષદ યોજીને શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, હવેથી ધોરણ ૫ અને ૮ ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ધો. ૫ અને ૮માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની પોલિસી હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, અગાઉ ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની પોલિસી હતી. જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર માઠી અસર થઈ છે. પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા સરકારે નિર્ણય કર્યો છે કે, ધોરણ ૫ અને ૮નાં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. નાપાસ વિદ્યાર્થી બે માસમાં ફરી પરીક્ષા આપી શકશે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ઇ્ઈ- ૨૦૧૨ના નિયમ- ૨૪માં સુધારો કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી જોગવાઈઓ પ્રાથમિક શાળામાં અમલી બનશે. ઉલ્લેખનીય છે કે, યુપીએ સરકારમાં આરટીઈ એક્ટ મુજબ વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની જોગવાઈ હતી.