ગુજરાતની કોકિલકંઠી કલાકાર કિંજલ દવે ફરીથી કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ છે. ગુજરાતમાં નવલી નવરાત્રિ માથે છે, ત્યાં ગુજરાતી કલાકાર કિંજલ દવે ઘણે જગ્યાએ ગાવા માટે જતી હોય છે. ત્યારે હવે નવરાત્રિના માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કિંજલ દવેને ફરી કાયદાકીય નોટિસ ફટકારવવામાં આવી છે.
ગુજરાતમાં ચાર ચાર બંગડી ફ્રેમ ગણાતી કિંજલ દવેથી ફરીથી આ ગીત નહીં ગાવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના એક ગુજરાતી સિંગર ફરી એક વાર કિંજલ દવેને નોટિસ ફટકારીને કિંજલની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગરે સિટી સિવિલ કોર્ટમાં આ મામલે દાવો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે ગીત તેમનું છે અને ચાર ચાર બંગળીવાળુ ગીત નકલ કરવામાં આવ્યું છે. ત્યારે કાઠિયાવાળી કિંગના દાવાને માન્ય રાખીને કોર્ટે કિંજલને કોમર્શિયલ કાર્યક્રમમાં ગીત ન ગાવા માટે આદેશ કરાયો હતો.
પરંતુ થોડા સમય પછી વિવાદનો અંત આવતા કિંજલે ફરી ગીત ગાવાનું શરૂ કર્યું હતું. આ ગીતના લીધે વિવાદ વકરતા ઇન્ટરનેટ પરથી ગીત હટાવી દેવાની સૂચના પણ અપાઇ હતી.