બોટાદ જીલ્લાના રાણપુરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ માતા-બહેનો ને ધુમાડા થી મુકતી મળે અને તેમના સ્વાસ્થય નું રક્ષણ થાય તે માટે મફત સિલીન્ડર,ગેસનો ચુલો તથા રેગ્યુલેટરનું વિતરણ કરવામાં આવે છે.પરંતુ રાણપુરની નોમાન ગેસ એજન્સી દ્વારા માર્કેટ માં ૩૦ રૂપિયા માં વેચાતુ લાઈટર ૧૫૦ માં ફરજીયાત આપતો અથવા લેવાની ફરજ પાડતો વીડીયો વાઈરલ થયો હતો.જે બાબતના અખબારી અહેવાલના પગલે રાણપુર તથા બોટાદ પુરવઠા ખાતુ હરકત માં આવેલ અને રાણપુર મામલતદાર તમન્ના એચ ઝાલોડીયા,મુખ્ય પુરવઠા નીરીક્ષક બોટાદ એમ.ટી.વણોલ,નાયબ મામલતદાર પુરવઠા જયદિપસિંહ વાઘેલા,પુરવઠા નીરીક્ષક બોટાદ એન.ડી પટેલ રાણપુરની નોમાન ગેસ એજન્સી માં રેડ કરતા બીજી ઘણી ક્ષતિઓ જણાઈ આવેલ જેમાં પ્રમાણિત રજીસ્ટરો નીભાવેલ નથી,નવા કનેક્શનમાં મુળ કીંમત કરતા વધારે રૂપિયા લઈ કરાયેલી ગ્રાહકોની છેતરપીંડી ધ્યાનમાં આવેલ છે.વળી ગેસ ગોડાઉન ઉપર પૂરવઠો લેવા જાય તો રૂ.૨૪ કાપી આપવામાં આવતા નથી તેવી ગેરરીતી જણાતા તુરત જ સરકારતરફથી ૧૧,૬૩,૫૫૦ નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.તથા કડક પગલા ભરવા કલેક્ટર કક્ષાએથી સરકારમાં ભલામણ થાય તેવુ જણાઈ રહ્યુ છે.જ્યારે હવે પુરવઠા વિતરણ ક્યારે થશે તે નિર્ણય કલેક્ટર લેશે..