ડુંગળીની કટોકટી નથી : લોકોને ૨૪ રૂપિયા કિલોના ભાવે મળશે

349

ડુંગળીની વધતી જતી કિંમતોને લઈને સામાન્ય લોકો ભારે પરેશાન થયેલા છે ત્યારે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને આજે મોટી રાહત સામાન્ય લોકોને આપી હતી. પાસવાને કહ્યું હતું કે, ડુંગળીની કોઈ પણ પ્રકારની કટોકટી નથી. કેન્દ્ર સરકારની પાસે ડુંગળીનો પુરતો સ્ટોક અથવા તો જથ્થો રહેલો છે. લોકોને ૨૪ રૂપિયા કિલોના ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાસવાને કહ્યું હતું કે, ડુંગળીને લઈને આવી રહેલા અહેવાલ આધારવગરના છે. કોઈપણ પ્રકારની કટોકટી નથી. પાસવાને દિલ્હીને પાંચ દિવસ સુધી પ્રતિ દિવસે ૧૦૦ ટન ડુંગળીનો જથ્થો આપવાની વાત કરી છે. દેશભરમાં ડુંગળીની કિંમતો હાલમાં તમામને રડાવી રહી છે ત્યારે પાસવાનની આ ખાતરી નવી આશા જગાવે છે. દેશભરમાં ડુંગળીની કિંમતો હાલમાં ૬૦થી લઈને ૮૦ રૂપિયા સુધી પ્રતિકિલોના ભાવે પહોંચી ચુકી છે. કેન્દ્ર સરકાર ત્રિપુરા, હરિયાણા અને આંધ્રપ્રદેશને સસ્તા દરે ડુંગળીનો જથ્થો ઉપલબ્ધ કરાવી ચુકી છે. હવે અન્ય રાજ્યોને પણ રાહત આપનાર છે. પાસવાને ઉમેળુ હતું કે, કેન્દ્ર સરકારે હજુ સુધી ત્રિપુરાને ૧૮૫૦ ટન, હરિયાણાને ૨૦૦૦ ટન અને આંધ્રપ્રદેશને ૯૬૦ ટન ડુંગળી તાત્કાલિક ધોરણે પ્રતિકિલો ૧૫.૫૯ રૂપિયાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહત્તમ ભાવ લોકોને હવે ૨૩.૯૦ રૂપિયામાં આવનાર છે. પાસવાને કહ્યું હતું કે, દિલ્હી સરકારને ૨૮મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે પ્રતિ દિવસે ૧૦૦ ટન ડુંગળીને માંગ કરવામાં આવ્યા બાદ આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત પણ જે રાજ્યને જેટલી જરૂર હશે તેટલા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો આપવામાં આવશે. આ પહેલા દિલ્હી સરકારે ડુંગળીની વધતી જતી કિંમતોને લઈને પરેશાન લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, તેમની સરકાર મોટા પાયે ડુંગળીનો જથ્થો ખરીદવા જઈ રહી છે. આ જથ્થાને લોકોને મોબાઈલ વેન મારફતે ૨૪ રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે ટેન્ડર જારી કરવામાં આવી ચુક્યા છે. હાલના દિવસોમાં દિલ્હી અને એનસીઆરમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ૬૦ રૂપિયાથી લઈને ૮૦ રૂપિયા પ્રતિકિલોના દરે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં ડુંગળીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. શરૂઆતમાં રિટેલમાં ડુંગળીની કિંમત ૪૦ રૂપિયા સુધી હતી. જે હવે વધીને ૮૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેના લીધે ડુંગળીના પાકને માઠી અસર થઈ છે. આઝાદપુરી મંઠીમાં ડુંગળી કારોબારીના કહેવા મુજબ છેલ્લા ૩-૪ વર્ષથી આવી સ્થિતિ સર્જાઈ રહી છે કે, સપ્ટેમ્બર મહિનાની પૂર્ણાહુતી સુધી ડુંગળીનો જથ્થો ખતમ થઈ જાય છે. જેના લીધે સ્થિતિ બેકાબુ બને છે. પરંતુ આ વર્ષે સ્થિતિ એ છે કે, સપ્ટેમ્બર ખતમ થવાની તૈયારી છે પરંતુ મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં પુરનો છે.

Previous articleડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળી રૂ. ૯૫૦ના ભાવે વેચાઈ
Next articleબેંક કૌભાંડમાં ૨૭મીએ ઈડી સમક્ષ પવાર ઉપસ્થિત રહેશે