૮ માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનો ૧૨ વાગ્યાનો સમય ૧૧ વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવ્યો હોવાને લઈ સૌથી પહેલા રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. હવે આ રિપોર્ટની ઈમ્પેક્ટ પડી છે. આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંગળવારથી ગૃહનો સમય બદલવાની જાહેરાત કરી છે. સમય બદલવા પાછળ કેટલાક ધારાસભ્યોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને લઈ સમયમાં પરિવર્તન કર્યું છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, હાલ ૨૨ ધારાસભ્યોને ડાયાબિટીસ અને ૯૦ સ્ન્છને બ્લડ પ્રેશર છે.
વિધાનસભાનું નવું ટાઈમ ટેબલ
વિધાનસભા ગૃહનો નવો સમય સોમવારથી ગુરૂવાર ૧૧ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં ૧.૩૦થી ૨.૩૦ વાગ્યા સુધી વિરામ રાખવામાં આવશે. જ્યારે શુક્રવારે સવારના ૯.૩૦ થી ૨ કલાક સુધીનો રહેશે. તેમજ સત્ર દરમ્યાન બે બેઠક હોય ત્યારે પહેલી બેઠક સવારના ૯.૩૦થી ૨ વાગ્યા સુધી અને બીજી બેઠક બપોરે ૩ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા સુધી મળશે. તેમાં રિસેસનો સમય ૫ વાગ્યાથી ૫.૩૦ વાગ્યા સુધી રહેશે.