એક બાપુની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીમાંઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

563

(તખુભાઈ સાંડસુર દ્વારા)

ગાંધીજીની સાધૅ શતાબ્દી હવે અંતિમ તબક્કામાં છે. પૂજ્ય મોરારી બાપુના સંકલ્પ મુજબ ગાંધીજીની સ્મૃતિમાં એક કથા અમદાવાદમા ,એક ગાંધીઆશ્રમ દિલ્હીમાં યોજવાનો મનોરથ આજે મહામહિમ્ન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના વરદ હસ્તે દીપ પ્રજવલનથી મંગલ પ્રારંભ થયો. દિવ્ય, ભવ્ય અવસરના સાક્ષી બનવા ભારતના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ, પરમાર્થ નિકેતન ના પુ.સ્વામી ચિન્મયાનંદજી તથા ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત હતા. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રો.ડો.શંકરકુમાર સાન્યાલે જણાવ્યું કે આશ્રમમાં કસ્તુરબા,સરદાર પટેલ ,જવાહરલાલ નેહરૂજી,  સુભાષચંદ્ર બોઝ અને અનેક સત્યાગ્રહીઓના પાવન પગલાંઓ પડ્યાં છે. તે તીર્થ ભૂમિમાં આજે દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. પૂ. મોરારી બાપુનો સંસ્થા વિશેષ આભાર પ્રગટ કરે છે કે તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય આપી આ ભૂમિને પાવન કરી .પર્યટન મંત્રી શ્રી પ્રહલાદસિહ પટેલે રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે ગાંધીકવિઝ એપ્લીકેશનનું લોકાર્પણ કરાવ્યું. પૂ.બાપુની કથાથી આ ભૂમિ વધુ ચેતનવંતી બનશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો.

પ્રાસંગિક સંબોધનમાં મહામહિમ્ન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી એ કહ્યું કે હરિજન સેવક સંઘ વર્ષોથી ગ્રામીણ, જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય ,સમાજસેવા કરે છે તે અભિનંદનીય છે. મારી પહેલાના અનુગામી શ્રી કે.આર નારાયણને આજ સંસ્થાની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું .આજે એક બાપુ ની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીથી પ્રવાહિત થવા જાય છે, તે એક સુખદ અનુભવ છે ,આજે અહીં મેં ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ જોયું,પુ. બાપુના પ્રવચનોમાં નાવિન્યપૂર્ણ વાત હોય છે, તેનો મને અનુભવ કર્યો છે.જ્યારે કયા વિરામ પામશે ત્યારે બીજી ઓક્ટોબરે એક સ્વચ્છ ભારતનો સંકલ્પ પૂરો થશે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

પૂ. મોરારીબાપુએ પોતાની વાણીને પ્રવાહિત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિની શાલીનતા, વિવેકની પ્રશંસા કરવી પડે.બિહારના રાજ્યપાલ આપ હતાં ત્યારે પણ આપની સાથે સંગોષ્ઠી થયેલી. ગાંધીજીના જીવન પ્રસંગો ટાંકીને પૂજ્ય બાપુએ તેમના હાજર જવાબી પણુ ઘોષિત કર્યું . કિષ્કિંધા કાંડની પંક્તિઓને પ્રમુખતા આપીને તેને કથાના કેન્દ્રમાં મૂકવામાં આવી. રામચરિત માનસમાં નવ વખત હરિજન શબ્દ નો ઉપયોગ થયો છે એ તે પૂર્ણાંક છે .હરિજન એટલે ભાગવતજન, ભક્તજન એવો અર્થ થાય છે તેને કોઈ સંકીર્ણતામાં ન લઈ જાય.ગણેશ ,સૂર્ય , વિષ્ણુ,દુર્ગા ,શિવના મહત્ત્વને ઉજાગર કરી તેની મહત્તા સ્થાપિત કરવા પર ભાર મૂક્યો. ગણેશજી -વિવેક સૂર્ય -અજવાળું અને દિવ્યતા , વિષ્ણુ-વિશાળતા ,દુર્ગા -શ્રદ્ધાતથા શિવ- કલ્યાણભાવનો મહામંત્ર આપે છે.હનુમંતવંદનાથી કથા પુર્ણ થઈ હતી. દિલ્હીની આ રામકથા ગાંધીજયંતિ બીજી ઓક્ટોબરના રોજ  દિવસે વિરામ પામશે.

Previous articleદામનગરમાં સ્ટેટના મુખ્ય માર્ગ પર બનેલ નાળાના બંને છેડા ફુટ કરતા વધુ બેસી ગયા
Next articleઆંતર કોલેજ યુવક મહોત્સવ અંતર્ગત રંગદર્શી કલાયાત્રા નિકળી