વેપારીઓ પર થયેલ હુમલાના વિરોધમાં માણસા જડબેસલાક બંધ

696
gandhi1132018-3.jpg

માણસાનાં બજારમાં ગુરૂવારે બપોરે ઘુસી આવેલા આશરે ૨૦૦ લોકોનાં હથીયાર ધારી ટોળાએ તોડફોડ શરૂ કરીને દુકાનોમાં ઘુસીને વેપારીઓને માર મારવાનું શરૂ કરતા હાહાકાર મચી ગયો હતો. વેપારીઓ તથા ખરીદી માટે આવેલા ગ્રાહકો કશું જ સમજી શક્યા નહોતા અને જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. ઘણા વેપારીઓ શટર બંધ કરીને દુકાનમાં જ પુરાઇ ગયા હતા. લુખ્ખઓના આતંક સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. શુક્રવારે સમગ્ર વેપાર ધંધા બંધ રાખ્યા હતા.
ગુરૂવારે ૨૦૦ લોકોનું ટોળુ હથિયારો સાથે ઘુસ્યુ હતુ
માણસાના બજારમાં ગુરૂવારે આતંકનો નગ્ન નાચ કરવામાં આવ્યો હતો. બપોરે ૩ વાગ્યાનાં અરસામાં વાવ દરવાજા વિસ્તારમાં ૨૦૦ લોકોનું ટોળુ હાથમાં ધોકા તથા લાકડીઓ જેવા હથીયારો સાથે ઘુસ્યુ હતુ. બજાર ટાવર વિસ્તારથી શરૂ કરીને રસ્તામાં આવતી તમામ દુકાનોને નિશાન બનાવીને દુકાનો બંધ કરાવવાની બુમો સાથે વેપારીઓ કશું સમજે તે પહેલા તોડફોડ શરૂ થઇ ગઇ હતી.
બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાલીકા શોપીંગ તથા સરદાર માર્કેટને પણ નિશાન બનાવીને આતંક મચાવી દીધો હતો. બજારમાં વચ્ચે આવતા વાહનોને પણ નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી હતી. શો રૂમનાં કાચ તથા ફર્નીચરની પણ તોડફોડ કરી લુંટ મચાવી હતી. ગુરૂવારે વેપારીઓએ બજારમાં સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યારે ધરણા કરી ત્રણ દિવસ બંધ પાળવા જણાવ્યુ હતુ.
અટકાયત કરવામાં આવેલા પાંચ આરોપી
માણસાની દુકાનોમાતોડફોડ કરાઇ હતી. જ્યારે બે લાખના દાગીના લઇ ફરાર થયા હતા. ત્યારે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં ભરત દશરથ ઠાકોર માણસા, નરેશ અમરત ઠાકોર, અમરત બાબુ ઠાકોર, નરેશ ગોવિંદ ઠાકોર (તમામ રહે, ચરાડા) મહેન્દ્ર ઉર્ફે માટી દિલીપ ઠાકોર (માણસા) સામે ગુનો દાખલ કર્યો હતો.

Previous articleનારી શક્તિ કો સલામ કાર્યક્રમ અંતર્ગત મહિલા સન્માન
Next articleદહેગામમાં દબાણોનું ડિમોલીશન સામેત્રીમાં પણ ૩૦ દબાણો તોડાયા