ગાંધી જયંતિથી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના છૂટક વેચાણ પર ૨૦ ટકા વળતર અપાશે

731

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે ૨ ઓકટોબર ૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ૨૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે. ‘ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષણ તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળશે.

ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ અને મંડળીઓએ ગ્રાહકોને ૨૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે. એટલું જ નહિ, આવી સંસ્થાઓને જે રકમ મળે તેમાંથી ૫ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી ૧૬૫ જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. ૧૩૬ કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે.

Previous articleમધ્યસ્થ જેલમાં મોબાઇલની બાતમી આપ્યાના વ્હેમમાં કાચા કામના કેદી પર હુમલો
Next articleડેન્ગ્યુથી કેદીનું મોત થતા આરોગ્ય વિભાગ જેલની મુલાકાતે, મચ્છરના લારવા દેખાયા