રાજ્યમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતમાં નવલી નવરાત્રીએ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા ખેલૈયાઓ ચિંતામાં દેખાયા છે. સાથે સાથે આયોજકોમાં પણ ચિંતા પેઠી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૩ ઓક્ટોબર પછી વરસાદનું જોર ઘટશે, ત્યાં સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્ય પર ફરીતી સાયક્લોનો સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગ સતર્ક થઇ ગયું છે.‘હિકા’ વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો છે, પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ યુવાધનમાં નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો મેઘરાજા પણ વિદાય લેવાના સમયે જ જમાવટ બોલાવી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે વધુ એક વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે નવરાત્રી આયોજકો પણ વિસામણમાં મુકાયા છે.
હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
ઉપરવાસ ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં ૨.૧૦ લાખ ક્યૂસેક પાણીની આવક, ડેમની સપાટી ૧૩૮.૩૩ મીટરે પહોચી
ઉપરવાસમાં વરસી રહેલા ભારે અને ધોધમાર વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સતત અને નોંધનીય આવક થઇ રહી છે. આજે પણ નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૩૩ મીટરને પાર થઇ ગઇ હતી. જેના કારણે ડેમમાંથી પાણીનું લેવલ અને જળસપાટી જાળવવા માટે સતત પાણી છોડાઇ રહ્યું છે. તંત્ર દ્વારા ડેમની જળસપાટી પર સતત વોચ રખાઇ રહી છે તો નર્મદાના કાંઠા વિસ્તારો અને અસરગ્રસ્તોને એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે, નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની જોરદાર અને સતત આવક થઇ રહી છે. જેના કારણે ડેમની જળસપાટી ૧૩૮.૩૩ મીટરને આંબી ગઇ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૧.૯૧ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે, તેની સામે ડેમમાંથી સતત ૧.૬૦ લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. પાણીની ભારે આવકને લઇ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. કેવડિયા ખાતેનો ગોરાબ્રીજ ફરી એકવાર પાણીમાં ગરકાવ બનતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતો. નર્મદા ડેમની સતત વધી રહેલી જળસપાટીને લઇ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. તો, નર્મદાના કાંઠા વિસ્તારના લોકો-અસરગ્રસ્તોને સાવધાન કરી દેવાયા છે.