શક્તિધામ ભંડારિયામાં રવિવારથી નવરાત્રિ મહોત્સવનો થશે પ્રારંભ

402

ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવ સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ધર્મોલ્લાસભેર ઉજવાશે. નવરાત્રિ ઉત્સવની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે અને ગામની સમગ્ર મુખ્ય બજાર તથા ચોકમાં રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો છે.

પ્રથમ નોરતે રવિવારે સવારે ૯.૪૫ કલાકે અહીં નિજ મંદિરમાંથી માતાજીની આંગી વાજતે ગાજતે માણેકચોકમાં પધરાવાશે. આ દિવસે રાત્રે શક્તિ થિયેટર્સમાં લોકડાયરાના કલાકારો પોપટભાઇ માલધારી (લોકસાહિત્યકાર), દિપકબાપુ હરિયાણી (ભજનિક) અને સંગીતકાર નીતિનભાઈ ગૃપ  દ્વારા શક્તિ વંદના થશે.

બહુચરાજી મંદિર ભંડારિયા એ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે. અહીં આસો નવરાત્રી ઉત્સવની આગવી પરંપરા રહી છે. જેમાં માણેકચોકમાં આવેલ શક્તિ થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્યાદી કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવેલ છે.

Previous articleસૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં મેઘ મહેર : ઉમરપાડામાં ૪ ઇંચ
Next articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ સ્કુલની બહેનોએ સિહોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી