સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર દ્વારા તા.- ૨૫/૦૯/૨૦૧૯ ને બુધવાર ના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-૧૧ અને ૧૨ની બહેનો દ્વારા સિહોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમજ રેલ્વેસ્ટેશનમાં સ્વચ્છતા જાગૃતિનાં સંદેશ સાથે રેલી કાઢવામાં આવી હતી. લોકોને સ્વચ્છતાં વિશે જાગૃત કરવામાં આવ્યા હતાં. દરેક વિદ્યાર્થીનીઓએ “એક કદમ સ્વચ્છતા કી ઔર”, ‘કલીન ઈન્ડિયા’ જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં મંદગી વગેરે જેવાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરેક બહેનો દ્વારા હર્ષોલ્લાસ સાથે રેલીનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.