જમ્મુ- કશ્મીર કલમ- ૩૭૦ નાબૂદી અને પં.દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ તથા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ અંતર્ગત આજે ધોલેરા ખાતે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર .સી.પટેલ, કાળુભાઈ ડાભી, નવદીપસિંહ ડોડિયા( મહામંત્રી- અમ.જિલ્લા ભાજપ)દિગ્વિજયસિંહ બારડ ( પ્રમુખ- અમ.જિલ્લા યુવા ભાજપ), દિગ્પાલસિંહ ચુડાસમા( ઉપ પ્રમુખ- અમ.જિલ્લા યુવા ભાજપ) , સાગર સોલંકી( પ્રમુખ- ધોલેરા તાલુકા ભાજપ) પરશોત્તમભાઈ ડાભી( પૂર્વ ચેરમેન- છઁસ્ઝ્ર ધોલેરા) બકુલસિંહ ચુડાસમા- ( ડીરેક્ટર- છઁસ્ઝ્ર ધોલેરા) , મનહરસિંહ ચુડાસમા ( પ્રમુખ- ધોલેરા તાલુકા યુવા ભાજપ) ઇન્દુભા ચુડાસમા( મંત્રી- ધોલેરા તાલુકા ભાજપ) તથા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક, ફ્રી નિદાન કેમ્પ,વૃક્ષારોપણ, પદયાત્રા, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ વિશે વિચાર પ્રસાર,” જમ્મુ કશ્મી કલમ- ૩૭૦ નાબૂદીઃ એક ઐતિહાસિક સુધારો” પેમ્પ્લેટનું વિતરણ, લાભાર્થીને ” આયુષ્યમાન ભારત” કાર્ડનું વિતરણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે ૩૭૦ કલમ નાબૂદી અંગે સીધો સંવાદ અને આશીર્વચન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.