લોક અધિકાર મંચે જાથાના જયંત પંડયાનું બહુમાન કર્યું

739
guj1132018-2.jpg

લોક અધિકાર મંચ સૌરાષ્ટ્ર ઝોન ઉપક્રમે દાયકાઓથી ગુજરાતમાં વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી કરનાર ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનું જિલ્લાના હોદ્દેદારોની હાજરીમાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં યોગ્ય સમયે સંનિષ્ઠ સમાજ સુધારકોનું બહુમાન કરવું તે નૈતિક ફરજ છે. તે સંબંધી વકતવ્યો આપવામાં આવ્યા હતા.
લોક અધિકાર મંચના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ગોવિંદભાઈ ધાધલે જાથાના જયંત પંડયાનંુ સન્માન કરતાં સમાજ વતી ૠણ ચુકવીએ છીએ. સમાજે યોગ્ય વ્યક્તિની કદર કરવી તે નૈતિક ફરજ છે. 
જાથાની કામગીરીથી અમો વર્ષોથી પ્રભાવિત છીએ. દોરા-ધાગા, ધતિંગ કરનારાઓમાં જાથાનો ભય છે તે અમોએ નજરે જોયું છે. જાથાએ કદી પણ નાત-જાત-કોમને સ્થાન આપ્યું નથી. તટસ્થ સંસ્થા તરીકે કામ કરે છે તે ગૌરવની વાત છે. ભારતભરમાં નવ હજારથી વધુ જાગૃતિના કાર્યક્રમો આપ્યા તે મોટી સિદ્ધિ છે. લોક અધિકાર મંચ જાથાની પડખે કાયમ છે.
જાથાના ચેરમેન જયંત પંડયાએ સન્માનનું પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે બહુમાન કરવાથી જવાબદારી વધી જાય છે. સન્માન લેવામાં અભિમાન આવે નહિ તેની સતત કાળજી રાખવી પડે છે. પ્રત્યેક નાગરિકે સમાજ-રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. જાથામાં જાતિવાદને કોઈ સ્થાન નથી. જે કોઈ દોરા-ધાગા, ધતિંગ કે મંત્ર-તંત્ર-જાપના નામે છેતરપિંડી કરે તેને કોઈ જ્ઞાતિ હોતી નથી. ધર્મશ્રદ્ધા સાથે ચેડા કરે તે માફ કરવા યોગ્ય નથી.

Previous articleજાફરાબાદ નગરપાલીકા પ્રમુખ તરીકેનો કોમલબેન બારૈયાએ ચાર્જ સંભાળ્યો
Next articleદામનગરની સવાણી પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો