ભાદરવા વદ અમાસને શનિવાર તા. ર૮-૯-૧૯ના દિવસે શનિવારે સર્વપિતૃ અમાસ તથા અમાસનું શ્રાધ્ધ તથા સર્વપિતૃ શ્રાધ્ધનો દિવસે આમ શનિવારે અમાસ આવતી હોવાથી આ દિવસનું મહત્વ અને ફળ વધારે રહેશે. અમાસના દિવસે સવારે નિત્ય કર્મ કરી અને પુજા કર્યા બાદ પીપળે દિવો કરી ત્યાર બાદ પિતૃઓને પાણી રેડવું પ્રદક્ષીણા ફરી પ્રાર્થના કરવી જો ઘરની આજુબાજુમા નજીક કોઈ પીપળો નો હોય તો ઘરનું પાણીઆરૂ એકદમ સાફ કરી અને ત્યા પણ કુળદેવી સુરાપુરા તથા પિતૃઓનો દીવો કરવો ઘરના બધાજ સભ્યોએ પ્રાર્થના કરવી. શનિવારી અમાસના દિવસે મહાદેવજીને દુધમાં કાળાતલ સાકરનો ભુક્કો મીકસ કરી ચડાવુ ત્યાર બાદ ચોખ્ખુ જળ ચડાવાથી જીવનના બધા જ દોષોમાંથી રાહત થાય છે. સર્વ પિતૃ અમાસ હોવાથી આ દિવસે શ્રાધ્ધ કરાવુ બ્રાહ્મણ ભોજન કરવુ શ્રેષ્ટ છે અને વધારે ફળદાયક છે. વૃશ્વિક, ધન અને મકર રાશીના લોકોને મોટી પનોતી ચાલી રહછે. તેવોએ પનોતીમાંથી રાહત મેળવા માટે શનિવારી અમાસના દિવસે એક ત્રાંબાની લોટામાં શુધ્ધ જળ કાળાતલ, દુધ, સાકર અને ગંગાજળ મીકસ કરી શનિદેવને પ્રાર્થવા કરવી મારૂ પનોતીનું અશુભ ફળ દુર થાય ત્યાર બાદ પીપળા પાસે જઈ અને અગરબત્તી કરી પશ્ચિમ દીશામાં મોઢુ રાખી ઉભા રહી અને બુધ જ મીકસ કરેલ જળ ચડાવી દેવું ત્યાર બાદ હનુમાન ચાલીસાના એક ત્રણ અથવા પાચ પાઠ કરવા અમા કરવાથી પનોતીમાં રાહત મળશે. આ દિવસે પગરખા અળદ કાળા અથવા બ્લુ વસ્ત્રોનું ધન કરવું. શનિવાર અમાસ તથા સર્વ પિતૃ અમાસના દિવસે તિર્થોમાં જઈ સ્નાન કરી અને તર્પણ કરવાથી પણ પિતૃઓને મોક્ષ ગતી મળશે. આ દિવસે શ્રાપિતદોષ નારાયણ જેવી વિધિ પણ ઉત્તમ ફળદાય રહેશો.
– શાસ્ત્રી રાજદીપ જોષી વૈદાંત રત્ન