ભારતીય ક્રિકેટ ટીમની સભ્ય હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સ ૧૮ ઓક્ટોબરથી આઠ ડિસેમ્બર વચ્ચે રમાનારી મહિલા બિગ બેશ લીગમાં રહશે નહીં. મહિલા બિગ બેશ લીગ અને ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ એકસાથે આયોજીત થવાની સંભાવના છે, જેથી ખેલાડીઓને બિગ બેશ લીગમાં અંતિમ કેટલિક મેચ રમવાની તક મળશે.
ભારતીય ટીમે એક મહિનાના લાંબા પ્રવાસ માટે ૨૩ ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ રવાના થઈ શકે છે. બીસીસીઆઈના જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) સબા કરીમે કહ્યું, ’બીસીસીઆઈ અમારી કોઈપણ મહિલા ખેલાડીને વિદેશી લીગમાં ભાગ કેવા રોકતું નથી, પરંતુ તેના વિદેશી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી રાષ્ટ્રીય ટીમ માટે તેન કર્તવ્યો પર પ્રભાવ પડવો જોઈએ નહીં.
આ મામલામાં એક આંતરરાષ્ટ્રીય સિરીઝ રમવાની છે, આ કારણ તે અમારી પ્રાથમિકતાની યાદીમાં સૌથી ઉપર હશે.’ ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી૨૦ સિરીઝ રમી રહી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ પણ રમશે. અંતિમ મુકાબલો ૧૪ ઓક્ટોબરે રમાશે. આગામી વર્ષે ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રિકોણીય સિરીઝ પણ રમવાની છે. આ સિરીઝ ટી૩૦ વિશ્વ કપ પહેલા ૩૧ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી રમાશે.