યુવીએ બીસીસીઆઈ પર ગુસ્સો ઠાલવ્યો, ’મને કાઢવાના બહાના શોધતા હતા’

473

યુવરાજ સિંહે આ વખતે જૂનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કર્યા પછી ચાર મહિના વિતી ગયા પછી પોતાના મનની વા્‌ત જાહેર કરી છે. આ અંગે મૌન તોડ્યુ છે.

યુવરાજે જણાવ્યુ કે શા માટે તેણે નિવૃત્ત થવાની ફરજ પડી તેના પર કેવા પ્રેસર આવ્યા આ અંગે યુવીએ ખાસ વાત કરી હતી. સિંહે જણાવ્યું કે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીના વર્કલોડને ઘટાડવા માટે ્‌૨૦માં રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવી જોઈએ

યુવરાજે કહ્યુ કે મારી સામે નવા નવા પડકારો મુકવામાં આવ્યા હતા. યુવરાજે અફસોસ કરતા કહ્યું કે તેને ટીમમાં ક્યારેય કોઈ યોજનાની માહિતી આપવામાં આવતી નહી તેની સાથે પણ કોઈ બેસતું નહી એટલી હદે તેને સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો.

યુવરાજે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતું કે મને આ રીતે ડ્રોપ કરી દેવામાં આવશે, મને ઈજા પહોંચી હતી છતાં શ્રીલંકા સીરીઝ માટે તુ તૈયાર છે એવુ કહેવામાં આવ્યુ. પછી અચાનક જ યો-યો ટેસ્ટની તસવીરો સામે આવી. મારી પસંદગીમાં આ યુ-ટર્ન હતો. ૩૬ વર્ષની ઉંમરે મારે અચાનક પરત ફરવાનું થયુ અને યો-યોની તૈયારી કરવી પડી. ત્યાર પછી મેં યો-યો ટેસ્ટ ક્લિયર કરી મને કહેવામાં આવ્યુ કે તારે હવે માત્ર ઘરઆંગણે જ રમવાનું છે.

યુવરાજે કહ્યુ કે અ લોકોને લાગ્યુ હતુ કે હું મારી ઉંમરના કારણે યો-યો ટેસ્ટ પાસ નહીં કરી શકું. ત્યારબાદ મને કાઢવો તેમના માટે સરળ રહેશે. તમે કહી શકો કે આ ફક્ત તેમને જોઈતું હતુ તે એક માત્ર બહાનું જ હતુ.

Previous articleજોર્ગેસનને હરાવી કશ્યપ કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો
Next articleસેંસેક્સ વેચવાલીની વચ્ચે ૧૬૭ પોઇન્ટ સુધી ઘટ્યો