અયોધ્યા વિવાદ : રજૂ કરેલ એએસઆઇનો રિપોર્ટ કોઇ સાધારણ નથીઃ સુપ્રિમ કોર્ટ

327

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું, અયોધ્યામાં વિવાદિત સ્થાન વિશે રજૂ કરવામાં આવેલો ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)નો રિપોર્ટ કોઈ સાધારણ નથી. કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદમાં સુનાવણી કરતાં કહ્યું છે કે, ૨૦૦૩માં રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ માટે એએસઆઈની ટીમ અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશનમાં કામ કરતી હતી. એએસઆઈને ખોદકામમાં મળેલી વસ્તુઓના આધાર પર પોતાનો દ્રષ્ટીકોણ રજૂ કરવાનો હતો.૩૩માં દિવસે આ મામલે સુનાવણી કરતાં મુખ્ય ચીફજસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ૫ સભ્યોની બંધારણીય બેન્ચે કહ્યું કે, એએસઆઈના રિપોર્ટનું નિષ્કર્ષ શિક્ષિત અને વિકસિત મગજવાળા નિષ્ણાતોએ કર્યું છે.

બુધવારે મુસ્લિમ પક્ષની વકીલાત કરતાં મીનાક્ષી અરોરાએ એએસઆઈના રિપોર્ટને પુરાતત્વવિદની ધારણાં ગણાવી હતી. અરોરાએ કહ્યું હતું કે, જરૂરી પુરાવાને સામેલ કરવાની જરૂર હતી. આ પુરાવાથી જ અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિરની હાજરી સાબીત થઈ શકતી હતી.

અયોધ્યામાં વિવાદીત સ્થળ વિશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના રિપોર્ટ પર સવાલ ઉભો કરવાના મુદ્દે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન લઈ લીધો છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટનો સમય બગાડવા માટે પણ માફી માંગી છે. એએસઆઈ દ્વારા ૨૦૦૩માં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં વિવાદિત જગ્યાએ બાબરી મસ્જિદ પહેલાં એક વિશાળ સ્ટ્રક્ચર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Previous articleચૂંટણી રાજનીતિ હેઠળ પવાર વિરૂદ્ધ કેસ : રાહુલ
Next articleયુપી : પેટાચૂંટણીમાં ભાજપ  તમામ ૧૧ બેઠકો પર લડશે