સરકાર સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૨૦૧૯ ના યુવા મહોત્સવનું પ્રાંત અધિકારી એ.ક.જોષીના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાયૅક્રમમા લાઠી મામલતદાર શ્રી મણાત, શિક્ષણ વિભાગમાંથી સલીમભાઈ લોહીયા કેળવણી નિરીક્ષક ,કુ.એન.જે.દવે તેમજ શાળાના આચાર્ય દશૅનાબેન ગીડા, ટ્રસ્ટી પ્રણવ જોષી, રાજેશભાઈ નાઢા, આચાર્ય રામાણી, ઉપસ્થિતિ રહ્યા હતા.શાળાની બાળાઓએ મહાનુભાવો નું કુમકુમ તિલક કરી પુષ્પ ગુચ્છથી સન્માનિત કરેલ હતા.તેમજ ટ્રસ્ટી પ્રણવ જોષીએ શબ્દોથી સ્વાગત કર્યું હતું.પ્રાંત અધિકારી શ્રી જોષીએ કાયૅક્રમ અંતગર્ત માહીતગાર કરી સાથોસાથ વિદ્યાર્થીઓ ને મતદાર જાગૃતિ અંગે સમજણ આપી હતી.યુવા મહોત્સવ મા અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોકગીત,ભજન, લગ્નગીત, ચિત્ર,એક પાત્રીય અભિનય, સમગ્ર કાર્યક્રમ ને શ્રી જોષી સાથે.અને મામલતદાર મણાત નિરીક્ષણ કરી ખૂબ પ્રભાવિત થયા હતા.ધો.૧૨ ની વિદ્યાર્થી મેતલીયા દિક્ષિતા એ રજુ કરેલ ગીત”સહીયર મોરી રે જાદવરાય ક્યારે આવશે રે”ને તાળીઓના ગડગડાટથી વધાવ્યુ હતુ. પત્રકાર રાજ્યગુરૂ અને શાળાના શિક્ષીક ઓ એ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ.અલગ-અલગ કૃતિઓમાં ભાગ લેનાર ૨૦ વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતોની ટીમે સંઘવી કન્યા વિદ્યાલયની નવ બહેનોએ વિજેતા જાહેર કરી શાળાનું નામ રોશન કર્યું હતું