આજે ઘોઘા ભાવનગર તાલુકા દ્વારા ચાલી રહેલ બાર ગામ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવતા આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે મલેકવદર ગામે સભા યોજાય,જેમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, વકીલ આનંદભાઈ યાજ્ઞિક, ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ, રવિભાઈ, મિથુનભાઈ, દિલ્હીથી બી.પી.યાદવ, અમદાવાદના અશોકભાઈ શ્રીમાળી,મહુવાથી ભરતભાઇ ભીલ, સહિત ૧૨ ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહયા, વકીલ આંનદભાઈ યાજ્ઞિક દ્વારા સુપ્રીપ કોર્ટમાં ચાલતા કેસની માહિતી આપવામાં આવી,,આંધ્ર-પ્રદેશના આંદોલન કારી અને માઈનીંગ થી થતા નુકશાન અંગે રવિભાઈએ વિશ્રુત માહિતી આપી, અશોકભાઈ ક્ષીમાળી આખા દેશમાં ચાલતા માઈનીંગની જાણકારી આપી અને આવનારી પેડીને થતા નુકસાન વિસે માહિતી આપી, માજી ધારાસભ્ય કનુભાઈ કલસરીયા દ્વારા મકમતા થી લડત લડવા જણાવ્યું, ધોધા તા.પંચાયત ના પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ફરી બધા સાથે મળી આંદોલન કરવા અને વ્યક્તિગત લાભ નહિ લેતા સામુહિક હીત માટે લડવા જણાવ્યું,ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં આંદોલન ને વેગ આપવા મકમતાથી લડવા આહવાન કરાયું