ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરવા બદલ ભારતે લાલઆંખ કરી છે. ભારતે ચીન સહિત દુનિયાના દેશોને સાફ શબ્દોમાં કહ્યું છે કે, કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને નિર્ણય ભારતનો મામલો છે. આમા કોઇપણ દેશે દરમિયાનગીરી કરવી જોઇએ નહીં. ચીનના વિદેશ મંત્રી વાંગે યુએનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વિવાદને યુએનના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીયરીતે શાંતિની સાથે ઉકેલવાની જરૂર છે. પાકિસ્તાનના ખુબ નજીકના સાથી તરીકે ગણાતા ચીને હંમેશા દરમિયાનગીરી કરવાના પ્રયાસો કર્યા છે. જો કે, ભારતે હંમેશા ચીનને મોટી ફટકાર લગાવી છે. ચીનના વિદેશમંત્રીએ કહ્યું છે કે એવી કોઇપણ કાર્યવાહી થવી જોઇએ નહીં જેના કારણે એક તરફીરીતે યથાસ્થિતિને બદલી શકાય છે. ચીનના આ નિવેદન બાદ ભારતે ચીનને તેના આંતરિક મામલામાં દરમિયાનગીરી ન કરવા પાકિસ્તાનને સ્પષ્ટ સલાહ આપી દીધી છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને લઇને ચીનની ભારતે ઝાટકણી કાઢી છે. વાંગે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન પડોશી દેશ હોવા છતાં તેમની વચ્ચે વિવાદો રહ્યા છે. બંને દેશો પડોશી હોવાના કારણે ચીન ઇચ્છે છે કે, વિવાદનોને પ્રભાવીરીતે ઉકેલી દેવામાં આવે. સાથે સાથે બંને તરફના સંબંધોની શરૂઆત કરવામાં આવે.
ભારતે આજે ચીન દ્વારા કાશ્મીર મુદ્દા ઉપર આપવામાં આવેલા નિવેદનને લઇને જોરાદર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે. તમામ દેશોને ભારતની એકતા અને અખંડતાનું સન્માન કરવું જોઇએ. વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું છે કે, અમે એવી આશા રાખી રહ્યા છે કે, તમામ દેશ ભારતની અખંડતાનું સન્માન કરશે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ગેરકાયદેરીતે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર મારફતે યથાસ્થિતિને બદલવાના પ્રયાસોથી બચે તે પણ જરૂરી છે. હાલના ઘટનાક્રમ સંપૂર્ણપણે આંતરિક મામલો છે. પાંચમી ઓગસ્ટના દિવસે ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરી દીધી હતી. જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો ખાસ રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો નિર્ણય કરાયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્યારબાદથી આમને સામને આવી ગયા છે. ભારતના આ પગલા બાદ પાકિસ્તાને જુઠ્ઠાણા ફેલાવવાની ગતિવિધિ જારી રાખી છે.