ટીમ ઈન્ડિયામાં હાલ જાતજાતના પ્રયોગા થઈ રહ્યા છે. ભારતીય પસંદગીકર્તાઓ ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપ યોજાશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગૂલીએ કહ્યુ કે વિરાટ કોહલીને ચાઈનામેન કુલદીપ યાદવ અને યૂજવેન્દ્ર ચહલ ટીમમાં પરત ફરે તેવું ઇચ્છી રહ્યા છે.
કુલદીપ અને ચહલ બંનેએ ઈગ્લેન્ડમાં રમાતા વિશ્વકપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને પ્રશંસકોનો ભરોસો જાળવી રાખ્યો હતો. હાલમાં વેસ્ટઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરીઝમાં દેખાયા નથી. આ સમયે રવીન્દ્ર જાડેજા. વોશિંગ્ટન સુંદર, રાહૂલ ચાહર અને કૃણાલ પંડ્યાને અજમાવવા આવશે.
ગાંગુલીએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યુ કે આ ખુબજ સારી ટીમ છે. વિરાટે સ્પિનરોને ટીમમાં જગ્યા આપવી જોઈએ. મને આશા છે કે ચહલને ફક્ત એટલે આરામ આપ્યો છે કેમકે બીજા ઉગતાં ખેલાડીઓને મોકો આપવામાં આવે છે.
ગાંગુલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-૨૦ વિશ્વ કપ માટે બીજાઓ શું કહે છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો. કેમકે આ અંગે કેપ્ટનનો નિર્ણય જ અંતિમ ગણાશે. ખેલાડીઓએ પણ વિરાટના નિર્ણયને માનવો રહ્યો.