આજથી નવલા નોરતાની શરૂઆત થઇ ગઇ છે. ખેલૈયાઓ મન મુકીને નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરશે ત્યારે અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા ખાસ અપીલ જાહેર કરવામાં આવી છે કે, વરસાદી માહોલમાં શેરી, જાહેર જગ્યા કે પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે ઇલેક્ટ્રિક શૉકથી સાવધાની રાખજો અને અમુલ્ય માનવ જિંદગી બચાવજો.
એ.એમ.સીનાં એડિશ્નલ ચીફ એન્જિનિયર દિપક સુધારે જણાવ્યુ કે, નવરાત્રી દરમિયાન વીજ વપરાશમાં વધારો થતો હોય છે. તેમજ ગરબા આયોજક દ્વારા ક્ષમતા કરતા વધારે પાવરનો ઉપયોગ કરાતો હોય છે. તેથી પાર્ટી પ્લોટમાં રહેલા ખુલ્લા વાયરથી દૂર રહેવું જોઇએ. કૉર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઇટ કંમ્પલેન માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૦૨૫-૧૧૩/ ૧૮૦૦-૧૨૧૨-૫૪૭૮૧ અને જીસ્જી કંમ્પેલન માટે ૯૮૨૧૫૭૯૪૩૬ ચોવીસ કલાક શરૂ રહેશે. અમદાવાદીઓ પોતાની કોઇ પણ ફરીયાદ અહી કરી શકશે.
એ.એમ.સીએ એમ પણ અપીલ કરી છે કે, નવરાત્રીમાં જાહેર રસ્તા પર રહેલા લાઇટના કોઇ પણ થાંભલા કે વીજ વાયર પોતાના હાથથી ખસેડશો નહી અને ઇલેક્ટ્રિક થાંભળા, વાયર થી દૂર રહે.