ચંડીપાઠનું મહત્વ

888

ચંડીપાઠ એટલે ભકતોના મનુષ્યોના દુઃખ દુ કરવામાટેનું કલ્પવૃક્ષ છે. સકામ ભકતો આના સેવનથી પાઠથી મનને સભીષ્ટ દુર્લભતમ વસ્તુ અથવા સ્થીતિ સહજભાવે મેળવે છે. ચંડીપાઠથી ઐશ્વર્ય આયુ આરોગ્ય બધી જ કામની પુર્ણી થાય છે. ચંડપાઠના શ્લોકોથી મનુષ્યના બધા જ દુઃખ દુર થાય છે. ચંડીપાઠમાં સાથે દેવીકવચ, અર્ગલા, ક્લિક, રાત્રીસુકન દેવી અજીર્વશીર્ષ સિધ્ધકુંજિકા સ્તોત્રના પાઠ પણ સાથે છે. ચંડી પાઠસા કુલ ૧૩ અધ્ય્ય આવેલા છે. તેમાં ૭૦૦ શ્લોક છે જે ૧૩ અધ્યાય મુખ્ય ત્રણ ભાગમાં છે જેમાં પ્રથમ ચરીત્ર એટલેમ હાકાળી ત્યાર બાદ મધ્યમ ચરીત્રી મહાલક્ષમી જેવા બીજો, ત્રીજો, ચોથો અધ્યાય આવે છે.  ત્યાર બાદ ઉત્તર ચરીત્રા એટલેમ હા સરસ્વતી જેમા પાંચથી તેર અધ્યાય સુધી ઉત્તમ ચરીત્ર ગણાય છે. આમ ત્રણ ચરીત્રમાં ચંડીપાઠના તેર અધ્યાય આવે છે. જેમાં માતાજીએમ હિષાસુરનો વધ ચંડમુંડનો વધ રકતબીજનો વધ કર્યો હતો. ચોથો અધ્યાય એટલે શક્રદાયસ્તુતી જે દેવતાઓએ માતાજીની સ્તુતી કરેલીને ચંડીપાઠનો અગીયારમો અધ્યાય એટલે માતાજીએ દેવતાઓનો આપલુ વરદાન ચંડીપાઠમાં પ્રાધાનિ રહસ્ય વૈકૃતિક રહસ્ય મુર્તી રહસ્ય પણ આવેલા છે.

પુસ્તક હાથમાં રાખીને પાઠ નથી કરી શકતો પોતાની સામે પુસ્તક રાખી પાઠ કરાય છે., કોઈ પણ એક અધ્યાયનો પાઠ નથી કરી શકતો આખા ચંડીપાઠનો પાઠ કરવો અથવા તો આખા ચરીત્રનો પાઠ કરવો  આમ ચંડીપાઠના ઘણા નિયમો છે.  તેના પાલન કરવું સ્પષ્ટ ઉચ્ચાર કરવો યોગ્ય ગુરૂ પાસેથી આખો ચંડીપાઠ શિખી અને ત્યાર બાદ બોલી શકાય ખાસ કરીને પાઠશાળામાં પુર્ણ શીખેલ બ્રાહ્મણો પાસે પાઠ કરાવો યોગ્ય ગણાય ચંડીપાઠમાં છેલ્લા જીવના બધા જ  પ્રશ્નોનું નિવારણ તથા વિશ્વના બધા જ પ્રશ્નોનું નિવારણના સિધ્ધ સંપુટ મંત્ર આવેલા છે. જેનાથી જીવનના બધા જ પ્રશ્નોનું નિવારણ થાય છે. ચંડીપાઠ વીશે જેટલુ લખીયું તેટલું ઓછુ જ ગણાય છતા પણ મારા જ્ઞાન પ્રમાણે અહિ માહિતી રજુ કરેલ છે.

– શાસ્ત્રી રાજદીપ જોષી, વૈદાંત રત્ન

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકુડા ગામ પાસેથી સેટ્રો કારમાંથી ૮ર હજારના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો