રાજ્યમાં ગઇકાલથી માની આરાધનાનો પર્વ નવરાત્રી શરૂ થઇ ગયો છે. નવરાત્રીમાં ધીરે ધીરે શેરી ગરબા ભુલાઇ રહ્યાં છે અને લોકો મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઇ રહ્યાં છે. ત્યારે રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટેનો અનોખો પ્રયાસ થયો છે. જેમાં મહિલાઓએ પારંપારિક વસ્ત્રો પહેરીને રાધાકૃષ્ણનાં રાસ ગરબા રમ્યા હતાં. રાજપીપલાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા દ્ગઇૈં અસિત બક્ષી દ્વારા શેરી ગરબાને જીવંત રાખવા અને માતાજીના ઓરીજનલ ગરબાને પ્રાધાન્ય આપી કોઈપણ ફી વગર શેરી ગરબાનું ભવ્ય આયોજન થાય છે.