માઢીયા રોડ પાસેથી ૧૧ જુગારીઓને ઝડપી લેતી બોરતળાવ પોલીસ

448

બોરતળાવ પોલીસે ગતરાત્રિનાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી માહિતીનાં આધારે માઢીયા રોડ, ખાર  વિસ્તારમાં મહંમદી મસ્જીદ બહાર સ્ટ્રીટલાઈટનાં અજવાળે જુગાર રમતા અગિયાર શકુનીઓને રોકડ સહિત મુદ્દામાલ સાથે દરોડો પાડીને ઝડપી લીધા હતા.

બોરતળાવ પોલીસે પૂર્વ બાતમીનાં આધારે માઢીયા રોડ ખાર વિસ્તારમાં મહંમદી મસ્જીદ પાસે દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટનાં અજવાળે મસ્જીદ બહાર જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર દિનેશભાઈ મેર, અમીત યુસુફભાઈ, ઈમરાન રફીકભાઈ, મોહસીન હબીબભાઈ, મોસીન ફારૂકભાઈ  પઠાણ, વાહીદ, મહંમદભાઈ મનસુરી, ભાવેશ ઘરમશીભાઈ રાઠોડ, ભાવેશ જેન્તીભાઈ બાાંભણીયા, નરેશ નાથાભાઈ રાઠોડ, રસુલ હનિફભાઈ  સોલા, જાકીર રફીકભાઈ ઉર્ફે રાજુભાઈ શમા સહિતને રૂ.૧૩,૫૨૦ની રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ ગુનો  નોંધી લોકઅપ હવાલે કર્યા હતા.

Previous articleમહારાજા તખ્તસિંહજીએ બનાવેલ પ્રેમના પ્રતિક સમાન સૌરાષ્ટ્રનો તાજમહેલ ગંગાછત્રી
Next articleબાબરા તાલુકાના નીલવડા ગામે નદી ઉપરના ક્રોઝવેના કારણે હાલાકી ગ્રામજનોમાં આક્રોશ