ગાંધી ૧૫૦ : કૃષિમંત્રી રુપાલાએ મહાત્મા મંદીરથી ગાંધી આશ્રમ સુધી સાયકલ યાત્રા કરી

435

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ફિટ ઇન્ડિયા’’ અભિયાન, ‘સ્વચ્છ ભારત અભિયાન’ તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની આગેવાનીમાં મહાત્મા મંદિર ગાંધીનગરથી અમદાવાદમાં ગાંધીઆશ્રમ સુધીની ૨૬ કિલોમીટર લાંબી સાયકલ યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ‘સ્વચ્છતા અભિયાન’ તથા ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંદેશ સાથે સાઇકલ યાત્રામાં જોડાયા હતા.આ સાયકલ યાત્રામાં ૬ વર્લ્ડ રેકર્ડ ધરાવતાં જીત ત્રિવેદીએ આંખે પાટો બાંધી ૨૬ કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી. ત્રિવેદીએ આંખે પાંટો બાંધી સાયકલ ચલાવી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલાએ જણાવ્યું કે પૂજ્ય બાપુની જયંતિની ઉજવણી થઈ રહી છે તેના ભાગરુપે પુજ્યબાપુન વિચારો અને પ્રધાનમંત્રીજીનો નારો સ્વસ્છ ભારત ના પ્રચાર પ્રસાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ડિયાઝ બ્લાઇન્ડ ફોલ્ડેડ વન્ડર બોય તરીકે ઓળખાતો જીત ત્રિવેદી આ ૨૬ કિલોમીટર સુધીની સમગ્ર સાયકલ યાત્રા દરમ્યાન આંખે પાટા બાંધીને-બંધ આંખે સાયકલ ચલાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. જીત ત્રિવેદીએ જણાવ્યું કે મારી પાસે ૬ વર્લ્ડ રેકોર્ડ હતા આજે સાતમો રેકોર્ડ બન્યો ,સાયકલ યાત્રા માટે બે ઉદેશ્ય હતા. ફીટ ઈન્ડિયા ૨૬ કિલોમીટર આવવાનું હતું અને ગાંધીજીને શ્રધ્ધાંજલી માટે આ રેકોર્ડ કર્યો

Previous articleવોટ્‌સએપના ભ્રામક મેસેજથી સાવધાન..!! એકાઉન્ટ હેક થઈ શકે
Next articleબિહારનું પટણા હજુ પણ પાણીમાં  : PM મોદી સક્રિય