ભાવનગર ખાતે ૧૭,૫૯૫ દર્દીઓને લાભાન્વિત કરતાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેને સફળ આયોજન બદલ ગાંધીનગર ખાતે અભિનંદન પાઠવી પ્રમાણપત્ર આપ્યું હતું.
ગંભીર રોગની મોડી ખબર પડતા અમારે ઘરના મોભી ગુમાવવા પડયા આવી ઘટના જિલ્લાના અન્ય કોઈ લોકો સાથે ન ઘટે તે આ કેમ્પનો મુખ્ય હેતુ હતો તેમ વિભાવરી બેન દવેએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ભાવનગર ખાતે માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૨૨,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી ૧૭,૫૯૫ લોકોએ આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો જે ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા સ્થાન પ્રાપ્ત થયુ છે.
આ મુલાકાત પ્રસંગે વર્લ્ડ બૂક ઓફ રેકોડ્સના ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.