વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-૧૩ની એક બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે દેવાંગ ઠાકોરનું નામ જાહેર કર્યું છે. જોકે ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી.
વડોદરા મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નં-૧૩ના કોંગ્રેસના તત્કાલિન કાઉન્સિલર જીતુ ઠાકોરનુ અવસાન થતાં એક બેઠક ખાલી પડી છે.
૬૪ હજાર મતદારો ધરાવતા ઇલેકશન વોર્ડ નં-૧૩ની પછાત વર્ગની એક બેઠક માટે એક વર્ષ માટે ચૂંટણી યોજવાનો વારો આવ્યો છે અને તેના માટે જાહેરનામું પ્રસિદ્ધ પણ થઇ ચૂક્યું છે. વોર્ડ નંબર ૧૩ની એક બેઠક માટે યોજાનારી ચૂંટણી માટે તા.૫ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે કોંગ્રેસે સદગત જીતુ ઠાકોરના પુત્ર દેવાંગ ઠાકોરના નામ પર જ મંજૂરીની મહોર મારી છે. અને ગાંધી જયંતીએ જ કોંગ્રસે તેના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી હતી. ભાજપ પાસે અડધો ડઝન દાવેદારો છે અને એક વર્ષ પછી ફરીથી સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની પસંદગી માટે કશ્મકશ રહે તેવી શક્યતા નકારી શકાતી નથી.