વિજાપુર ન.પા.માં ર અપક્ષ અને ૧ કોંગી કોર્પોરેટરે ભાજપનો ખેસ પહેર્યો

965
gandhi1992017-2.jpg

ભાજપ શાસિત વિજાપુર નગર પાલિકાના ૨ અપક્ષ અને ૧ કોંગી કોર્પોરેટરે શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી ભાજપનો ખેસ પહેરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. 
લાંબા સમયથી ચાલતા આંતરિક વિવાદ વચ્ચે ભાજપ તરફે ૩ કોર્પોરેટરોનો વધારો થયો છે. વિજાપુર નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છતાં આંતરિક વિખવાદ વચ્ચે ભાજપે સત્તા આંચકી ગાંડાભાઇ પટેલને પ્રમુખ બનાવ્યા બાદ વધુ ૩ કોર્પોરેટરોને ભાજપનો ખેસ પહેરાવી રાજકીય ભૂકંપ સર્જયો છે.
નગરપાલિકામાં ભાજપના-૭, કોંગ્રેસના ૧૨ અને ૨ અપક્ષ મળી કુલ ૨૧ સભ્યો વચ્ચે ચાલતી સત્તાની ખેચમતાણ વચ્ચે શનિવારે વિજાપુરના વોર્ડ-૨ના અપક્ષ કોર્પોરેટર મનુજી અમરસિંહ ઠાકોર, વોર્ડ-૧ ના ઉદાજી નાથુજી દરબાર અને કોંગ્રેસના દિવાનસિંહ નાનસિંહ ઝાલાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ નીતિન પટેલના હાથે ભગવો ખેસ પહેરી ભાજપમાં વિધિવત જોડાઇ ગયા છે.

Previous articleગુસ્તાખી માફ
Next articleવરસાદની ચિંતાથી શહેરના ગરબા આયોજકો વોટર પ્રુફ ડોમના ભરોસે