મયંક ટેલર હત્યા કેસમાં મુખ્ય આરોપી મુખ્ય આરોપી પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ

456

વડોદરાના જ્યુબિલીબાગ પાસે તલવાર અને ગુપ્તીના ૮ ઘા મારીને થયેલી મયંક ટેલરની ઘાતકી હત્યાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. અને આરોપીઓની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી. પોલીસ ચોપડે વોન્ટેડ બંધુઓએ ૨૬ સપ્ટમ્બરને રાત્રે ૯ઃ૩૦ કલાકે જ્યુબિલીબાગ પાસે શંકર પાનના ગલ્લા પર મિત્રો રાજુડી અને લાલુ સાથે ઉભેલા મયંક ટેલર પર ઘાતકી હુમલો કર્યો હતો.

પંડ્યા બંધુઓએ તલવાર અને ગુપ્તીના ઉપરાછાપરી ૮ ઘા ઝીંકી દેતાં મયંક લોહીલુહાણ હાલતમાં રોડ પર ફસડાઇ ગયો હતો. ગંભીર ઘાયલ મયંકને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. જાહેરમાં હત્યાના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો એકશનમાં આવી ગઇ હતી. હત્યાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ કેસમાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. અને કેસના મુખ્ય સુત્રધાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે.હત્યા પાછળ મયંક અને બંટીની પત્ની ધારા વચ્ચેના આડાસંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના ૩ દિવસ પહેલા મયંકે ધારાના બેંક એકાઉન્ટમાં રૂા. ૨ હજાર જમા કરાવ્યા હતાં. તેની જાણ બંટીને થઇ જતાં મામલો બિચક્યો હતો.

Previous articleટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી
Next articleરાજકોટવાસીઓ આનંદો…રૂપાણીનાં રાજમાં બનશે સેન્સરવાળા રોડ