શહેરના ૪૦થી વધુ વર્ષ જૂના મ્યુનિસિપલ ક્વાટર્સને રિ-ડેવલોપ કરવામાં આવશે. ૧૦ જેટલા ક્વાટરના ૧૭૦થી વધુ બ્લોકના ૪૦૦૦થી વધુ મકાનોને રિ ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. ત્રણ ક્વાર્ટરના ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યા છે, જયારે બાકીના ટેન્ડરોની પ્રક્રિયા ચાલી રહી છે.
શહેરમા અનેક જર્જરીત અને ભયજનક અનેક મકાનો ધરાશાયી થયા છે. હાઉસિંગ બોર્ડ તથા મ્યુનિ. કોર્પોરેશનના ભયજનક મકાનોનો સર્વે કર્યા બાદ તે જ સ્થળે પર રહીશોને નવા મકાનો આપવાની નીતિનો અમલ થઈ રહ્યો છે. જેને અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશને રિ ડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ (પી.પી.પી) યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશને સ્ટ્રક્ચર એન્જિનિયરોની ટીમ તૈયાર કરાવી ૨૮ જગ્યાઓનો સર્વે કર્યા હતો. જેમાં ૧૦ ક્વાર્ટરમાં સ્થાનિક રહીશોની સમંતિ બાદ રિ-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પીપીપી યોજનામાં બિલ્ડર દ્વારા રૂ. ૫૦ કરોડ કે તેથી વધુ રકમ કે વધુ ટીડીઆરની માંગણી કરવામાં આવે તેવા કિસ્સામાં રાજય સરકારની મંજૂરી જરૂરી રહે છે. જેથી ઓઢવના શિવમ આવાસ યોજના માટેની પ્રપોઝલ રાજય સરકાર સમક્ષની મંજૂરી માટે મોકલવામાં આવી છે.
જેમાં ઓઢવ- શિવમ આવાસ યોજના, બાપુનગર- સોનરીયા બ્લોક, ગોમતીપુર- સુખરામનગર હેલ્થ સ્ટાફ કવાર્ટસ, ખોખરા- નવા અને જુના મ્યુનિ. સ્લમ કવાર્ટસ, બાપુનગર- વીરાભગતની ચાલી હેલ્થ સ્ટાફ કવાટર્સ, સૈજપુર બોધા- ડી કોલોની, સાબરમતી- રામનગર મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સ, અસારવા- પતરાવાળા સલ્મ ક્વાટર્સ, ઇન્ડિયાકોલોની- વિજય મ્યુનિસિપલ હેલ્થ ક્વાટર્સને રિ-ડેવલોપ કરાશે.