વલભીપુરના રામપર ગામમાં બળદ ભરેલો ટ્રક ઝડપતા જીવદયા પ્રેમી

852

વલભીપુર ઉમરાળા હાઈવે રોડ ઉપર રામપર ગામ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે કસાઈઓ દ્વારા અબોલ મૂંગા પશુઓ ક્રૂરતાપૂર્વક પશુઓને ભરીને ગોંધી રાખીને નશીલા ઇન્જેક્શન આપીને દોરડા દ્વારા પગ મોઢું શીંગડા તમામ પશુઓના એકબીજા સાથે બાંધીને લઈ જતા હતા તે દરમિયાન ગાડી બંધ થઈ ગઈ હતી અને અને રામપર ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા વલભીપુર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા ટ્રકને વલભીપુર પોલીસ સ્ટેશન લવાયો ત્યારબાદ વલભીપુર પીએસઆઇ એમડી મકવાણા દ્વારા વલભીપુરના ખેડૂત સમાજ ને બોલાવતા ખેડૂતો દ્વારા તમામ મુંગા પશુઓને ખેડૂત સમાજના જે રખડતા ઢોર માટે ડબ્બો બનાવવામાં આવેલ છે તે જગ્યાએ બહોળી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને પશુઓને ટ્રેક્ટર દ્વારા નીચે ઉતારવામાં આવ્યા ત્યારબાદ પશુચિકિત્સા ડોક્ટર ભાવેશભાઈ સોલંકી દ્વારા તમામ પશુઓની સારવાર કરવામાં આવી ૧૫ પશુઓમાંથી બે પશુઓ મૃત પામેલા હતા અને ઉમરાળા સત્ય પ્રેમ કરુણા ગ્રુપના સભ્યોએ અને વલભીપુર ખેડૂત સમાજે ખૂબ જ જહેમત ઉઠાવી તમામ પશુઓને નીચે ઉતારીને ઘાસચારો પાણી ની વેવસ્થા કરી આપી  ઠંડા છાયે બેસાડી ને રાહત મળી હતી.

Previous articleરાજકોટમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી પકડી પાડતી ભાવ. પોલીસ
Next articleખુન કેસના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપી લેતી એલસીબી