જવાહર મેદાન ખાતે પમીએ માવતરના ગરબા યોજાશે

305

પમી ઓકટોબર એટલે માતવરનો દિવસ છેલ્લા ૧૯ વર્ષોથી ગુજરાતભરનું સૌથી મોટુ વડિલોને ગરબે રમાડતું માવતરને ઘેલુ કરતું, અને મજજા… કરવવાનું આયોજન માવતરના ગરબા માત્ર માતવર જ નહીં પણ યુવાનો પણ આયોજનની રાહ જોતા હોય છે કે જયાં તેઓ દાદા-દાદી, નાના-નાનીને ઉત્સાહથી ગરબે રમતા જોવા ઉમટી પડે છે. આ માવતરના ગરબામાં યુવાનોને શરમાવે તેવા જોશ, જુસ્સા, ઉત્સાહથી ગરબે રમાતા વડિલોને પ્રોત્સાહિત બકઅપ કરવા ભાવનગરના યુવાનો આવતા હોય છે. આ માવતરના ગરબા વડિલોને બની ઠનીને ગરબે ઘૂમવા બ્ય્ટી પાર્લરની સેવા, વિશિષ્ટ વેશભુષા માટે ભાડા વગર ડ્રેસ તથા તેટુ પણ વિનામુલ્યે ઉપલબ્ધ બનનાર છે. વિશિષ્ટ વેશભુષામાં વિશિષ્ટ સ્ટેપ કરી વડિલો ગરબે રમશે. વડિલોનો ઉત્સાહ નિહાળવા તેમને કબઅપ કરવા યુવાનો પણ આ આયોજન નિહાળવા ઉમટી પડે છે.

આર્ચિઝ ગ્રુપના આયોજીત જવાહર મેદાન ખાતે યોજાતા ગરબાના સ્થળે તા. પ-૧૦-૧૯ના રોજ સાંજે પ-૦૦ કલાકે માવતરના ગરબા યોજાશે. અહીં શહેરમાં વડિલો જેની રાહ એક વર્ષથી જોતા હોય છે તે માવતરના ગરબાના આયોજનના દિવસે ભાવનગરનો એકપણ વડિલો ઘરે બેસી  નહીં શકે, આર્ચિઝ ગ્રુપ દ્વારા આયોજીત એ-૪ બીટીસ ઓરકેસ્ટ્રાના સવારે ભાવનગરના આયોજનમાં રાજબેન પરમાર અર્ચના જોષી, શોભાના શંકર, વનરાજ ઝાલા, ધીરૂ યાદવ, જેવા ખ્યાતનામ કલાકારોના કંઠે ગરબાની રમઝટ બોલાવાની છે. તથા કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડિલોને પ્રોત્સાહન કરવા ખાસ ઉપસ્થિત રહેનાર છે.  માવતરના ગરબાના અંતે  માવતરની ગાડી કરી લોકોને ખુબ આનંદ કરવવામાં આવનાર છે. કોઈપણ વડિલો આમ ભાગ લઈશ કશે. જાહેર નિમંત્રણ છે. પાસની જરૂર નથી. માવતર સંસ્થા અને માવતરની લાડકી દિકરનું બિરૂદ પામેલ વિભાવરીબેન દવે આ આયોજન વડિલો માટે ફ્રી વિનામુલ્યે યોજે છે, અને માતવરના કરચલીવાળા ચહેરા પર હાસ્ય જોવું જેમાનાં માટે મોટામાં મોટો એવોર્ડ મળ્યા જેવો આનંદ આપે છે.ત ેવા વિભાવરીબેન દવેએ શહેરના તમામે તમામ વડિલોને આયોજન તા. પ-૧૦-૧૯ના રોજ સાંજે પ વાગે, જવાહર મેદાન રીલાયન્સ મોલ સામે પધારવા નિમંત્રણ પાઠવેલ છે.

Previous articleબગદાણા ખાતે ફૂડ પ્રોસેસિંગના તાલીમ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો
Next article05/11/2019