સુરત ફાયર વિભાગ દ્વારા સવાર પડેને ફાયર સેફ્ટીને લઈ સિલિંગની કામગીરી કરવામાં આવે છે ત્યારે શનિવારનાં રોજ રિંગરોડ વિસ્તારમાં આવેલ ૪ કાપડ માર્કેટ અને એક હોટલને સીલ મારી ફાયર વિભાગે સપાટો બોલાવ્યો.
ફાયર વિભાગે સુરતના રિંગરોડની વખારિયા માર્કેટ, મુલચંદ માર્કેટ, ન્યૂ લુક્યા માર્કેટની ૫૦૦ દુકાનોને સીલ માર્યા છે. ફાયરબ્રિગેડ દ્વારા ૫૦૦ દુકાનો સાથે ડિસેન્ટ નામની એક હોટલને પણ સીલ મારવામાં આવ્યું છે. હોટલને અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં હોટલ દ્વારા કામગીરી નહીં કરાતા તંત્રએ સપાટો બોલાવ્યો છે.