રાજપૂતોની કુળદેવી ગણાતા મા હરસિદ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં. રાજપીપાળામાં હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય તે આશયથી અહીંના ૨૦૦ જેટલા યુવાનો છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્નશીલ છે અને રાજ્પૂતોના શૌર્ય સમી તલવારબાજીની આરતી કરી લોકો ને પ્રભાવિત કરે છે. માની આરતી અનોખી રીતે તલવારબાજીથી થાય તે માટે ૧૦ વર્ષના બાળકથી લઈને ૪૦ વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમાં તલવારબાજી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું, અહીંયા સતત ૧ કલાક અને ૩૦ મિનીટ સુધી ચાલતી કુલ ૩ આરતીમાં ૨૦૦ જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માની અનોખી આરાધના કરી. આ તલવાર મહાઆરતીની વિશેષતા એ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો અને છેલ્લા ૪ મહિનાથી આ આરતતી માટે મહાવરો કરી તલવારબાજી શીખી.
ખાસ કરીને તલવાર એ ક્ષત્રિયોની નિશાની ગણાય છે અને આ નિશાની દિવસે અને દિવસે લુપ્ત પણ થતી જાય છે ત્યારે લુપ્ત થતી આ તલવાબાજી માની આરાધના સમી આરતીમાં કરીને આ શસ્ત્ર ચલાવતા પણ શિખાય અને લુપ્ત થઇ રહેલ આ શસ્ત્ર વિષે આજના બાળકોમાં સમજ પણ આવે અને તે માટે આ યુવાનો છેલ્લા ૪ મહિનાથી દરરોજ પ્રેક્ટીસ કરતા હતા.
અન્ય એક કાર્યક્રમમાં રાજપીપળાની રાજપૂતાણીઓએ પણ તલવારબાજી કરી હતી. આમ છઠના નોરતે રાજપીપળામાં ભક્તિ અને શોર્યનો અનોખો સંગમ સર્જાયો