રંગે ખુબ ગોરા હોવાથી આ માતાનું નામ મહાગૌરી પડ્યું. તેમની આરાધનાથી આભા અને આકર્ષણ વધે છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ “મહાગૌરી” તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે.
મહાગૌરી માનું આ આઠમું સ્વરૂપ ગૌરવર્ણ છે. વસ્ત્ર, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજિત છે. ચાર ભુજાઓમાં માએ અભયમુદ્રા, ત્રિશૂળ, ડમરુ અને ચોથામાં વરમુદ્રા ધારણ કરેલ છે. આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળાં સંતાપોનું અને પાપોનું શમન થાય છે. ઉપાસના મંત્રો – શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા – ‘ઓમ્?કર્લીં, હૂઁ,? મહાગૌર્યે ક્ષૌં,? ક્ષૌં,?મમ? સુખ-શાંતિ?કુરુ? કુરુ સ્વાહા’.(જી.એન.એસ)