રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભણસાળી જ્યારે પણ કોઈ ફિલ્મ માટે સાથે આવ્યા છે ત્યારે બોક્સ-ઓફિસ પર તેમણે શાનદાર સક્સેસ મેળવી છે. ભણસાળી અત્યારે તેમની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ’ પર ફોકસ કરી રહ્યા છે ત્યારે મીડિયાના ફોટોગ્રાફર્સે તેમની ઓફિસની બહાર રણવીર અને દીપિકાને પોતાના કેમેરામાં કેપ્ચર કર્યા હતા.
ભણસાળીએ ઓલરેડી ‘ગંગુબાઈ’માં લીડિંગ લેડી તરીકે આલિયા ભટ્ટને ફાઇનલ કરી છે, પરંતુ રણવીર અને દીપિકા તેમને મળવા ગયા હોવાથી તેઓ ભણસાળી સાથે આગામી કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે એવી અફવાઓ આવી છે. એવી પણ ચર્ચા છે કે, આ કપલ ‘ગંગુબાઈ’માં કેમિયો કરશે.