નાંદીસણ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું

375

શામળાજી નજીક ને.હા.નં-૮ પર નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ૬ થી વધુ ગામોના ગ્રામજનો હાઈવે.નં.૮ પર મોટી સંખ્યામાં ધસી આવી ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું. શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ સમજાવટ થી દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ નં.૮ ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કી.મી.ના અંતરમાં ૯ જેટલા ફ્લાયઓવર, ૯ અંડર બ્રિજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે.અમદાવાદ-ઉદેપુર ને.હાઈવે પર શામળાજી નજીક આવેલા નાંદીસણ પાટિયાથી ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કામકાજ અર્થે અને વિદ્યાર્થીઓ પણ હિંમતનગર, મોડાસા તરફ અભ્યાસ અર્થે ને.હા.નં-૮ પરથી પસાર થવું પડે છે.

આ માર્ગ પર હંકારતા વાહનો જોખમી નીવડી રહ્યા હોય વિદ્યાર્થીઓ અને લોકોની સલામતી માટે નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવામાં આવેની માંગ કરવામાં આવી છે. ન્યાય નહી મળે તો લોકોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.

Previous articleવૃષ્ટિ-શિવમ ગુમ કેસઃ પોલીસે સીસીટીવી ચેક કરી રીક્ષા ચાલની પૂછપરછ આદરી
Next articleરાજકોટમાં વરસતા વરસાદમાં રૉડ બનાવવાનો વીડિયો વાયરલ