ચીનના પ્રમુખ શી જિંગપિંગ વડાપ્રધાન મોદી સાથે અનૌપચારિક સંમેલનના ગાળા દરમિયાન ૨૪ કલાકના ગાળામાં જ ચાર મિટિંગ કરનાર છે. ભારત અને ચીન વચ્ચે સરહદી મુદ્દા સહિત જુદા જુદા વિષયો ઉપર વિખવાદની સ્થિતિ છે ત્યારે આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ ગણવમાં આવે છે. જિંગપિંગ શુક્રવારના દિવસે ભારત પહોંચી રહ્યા છે. તમિળનાડુના પાટનગર ચેન્નાઈમાં પહોંચ્યા બાદ વાતચીતનો દોર શરૂ થશે. મોદી સાથે તેમની વાતચીતને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. જિંગપિંગની આ યાત્રાને લઇને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. ભારતમાં તેમની વાતચીત ઉપર કોંગ્રેસ પાર્ટી સહિતના રાજકીય પક્ષોની પણ નજર છે.
બે અલગ અલગ મિટિંગો થનાર છે જે પાંચ કલાકથી પણ વધુ સમય સુધી ચાલનાર છે. ૩૧૫ મિનિટ સુદી વાતચીતનો ગાળો રહેનાર છે. સરહદી મુદ્દા ઉપર મુખ્યરીતે ચર્ચા થનાર છે. ૨૪ કલાકના ગાળામાં જ જે મિટિંગો થનાર છે તેમાં કઈ વાતચીત થશે તેને લઇને હજુ સુધી કોઇ વિગત મળી રહી નથી. બંને નેતાઓ ૨૪ કલાકમાં ચાર બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાતો બંગાળના અખાત નજીક દરિયાકિનારાના રિસોર્ટમાં લોનમાં યોજાનાર છે. શનિવારના દિવસે બપોરમાં ચીન જવા રવાના થશે. બંને નેતાઓ પાંચથી લઇને સાત કલાક એકબીજા સાથે રહેનાર છે. નોંધનીય છે કે, ડોકલામમાં ભારત અને ચીનની સેના વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાયા બાદ બંને દેશોના સંબંધો ખરાબ થઇ ગયા હતા ત્યારબાદ વુહાનમાં મોદી અને જિંગપિંગ વચ્ચે વાતચીત યોજાઈ હતી. ત્યારબાદથી આ મિટિંગ યોજવા જઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવામાં આવી રહ્યું છે જેથી આ વાતચીત મહત્વપૂર્ણ છે. દુનિયાના દેશો ભારતની સાથે ઉબા છે ત્યારે ચીન પાકિસ્તાની તરફેણમાં દેખાઈ રહ્યું છે. તમિળનાડુના ચેન્નાઈમાં જિંગપિંગની આ યાત્રા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય હજુ જાણી શકાયું નથી.